For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોર્નિંગ વોક પર નીકળેલા બસપા નેતાની ગોળી મારીને હત્યા

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં બેખોફ બદમાશોએ બસપા નેતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં બેખોફ બદમાશોએ બસપા નેતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે. શહેરની ઉત્તરાંચલ વિહાર કોલીનીમાં સોમવારે સવારે બદમાશોએ મોર્નિંગ વોક પર જઈ રહેલા બસપા નેતા શબ્બર જેદીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. બદમાશોએ આ ઘટનાને તેમના ઘરથી લગભગ 100 મીટરના અંતરે અંઝામ આપ્યો. બસપા નેતાની ધોળા દિવસે હત્યા થવાથી આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

મોર્નીગ વોક માટે નીકળ્યા હતા બસપા નેતા

મોર્નીગ વોક માટે નીકળ્યા હતા બસપા નેતા

મળતી માહિતી અનુસાર બસપા નેતા શબ્બર જેદી સવારે 6 વાગ્યે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તેમના ઘરથી લગભગ 100 મીટર દૂર બદમાશો રાહ જોઈને બેઠા હતા. મોર્નિંગ વોક કરી રહેલા બસપા નેતા પર બદમાશોએ ફાયરિંગ કરી દીધી. ગોળીનો અવાઝ સાંભળીને આખા વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ.

બસપા નેતાની ગોળીઓ મારી હત્યા

બસપા નેતાની ગોળીઓ મારી હત્યા

આ ઘટના અંગે સ્થાનીય લોકોએ પોલીસને સૂચના આપી. પોલીસની ટીમ જગ્યા પર પહોંચીને લાશને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. 55 વર્ષના શબ્બર જેદી બેહટ્ટા હાજીપુર ગામમાં રહેતા હતા. તેમની હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવામાં નથી આવ્યું. પોલીસ બદમાશોની શોધ કરી રહી છે. લોકસભા ચૂંટણી નજીક હોવાને કારણે બસપા નેતાની હત્યા અંગે ઘણી ચર્ચા થઇ રહી છે.

લોની નગરપાલિકા ચેરમેનની ચૂંટણી પણ લડી ચુક્યા છે

લોની નગરપાલિકા ચેરમેનની ચૂંટણી પણ લડી ચુક્યા છે

નજરે જોનારા અનુસાર સવારે 6.20 વાગ્યે શબ્બર જેદી મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તેમના ઘરથી 100 મીટર દૂર એક બદમાશ બાઈક લઈને ઉભો હતો, જયારે બીજા કેટલાક બદમાશો પાસે જ એક કારમાં બેઠા હતા. તેમને બસપા નેતાને ઘેરી લીધા અને લગભગ 20 મીટર સુધી તેમને ઘસેડીને લઇ ગયા. તેમની છાતીમાં 5-6 ગોળીઓ મારી, જેને કારણે તેમની ત્યાં જ મૌત થઇ ગઈ. બસપા નેતા શબ્બર જેદી ની પત્નીનું નામ શહનાઝ છે અને તેમને ત્રણ દીકરીઓ શદબ, નિગાર અને ફરાહ છે. શબ્બર જેદી વર્ષ 2007 દરમિયાન લોની નગરપાલિકા ચેરમેનની ચૂંટણી પણ લડી ચુક્યા છે.

English summary
Ghaziabad: BSP leader Shabbir Zaidi shot dead 100 M way from his house
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X