For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બસપામાંથી હાંકી કાઢવા પર શું બોલ્યા કર્ણાટકના ધારાસભ્ય એન મહેશ

પાર્ટીનો આદેશ ન માનવા પર માયાવતીએ એન મહેશને બસપામાંથી હાંકી કાઢ્યા. વળી, હવે આ મુદ્દે હવે એન મહેશે પણ જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

લાંબા રાજકીય ઘમાસાણ બાદ છેવટે કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર મંગળવારે સાંજે પડી ભાંગી. વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામી સરકારના પક્ષમાં 99 મત આવ્યા જ્યારે વિપક્ષમાં 105 ધારાસભ્યોએ મત આપ્યા. કુમારસ્વામી સરકાર પડી ગયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકમાં નવી સરકાર બનાવવા તરફ એક પગલુ આગળ વધાર્યુ છે. સંસદમાં થયેલા ફ્લોર ટેસ્ટ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય એન મહેશ ગેરહાજર રહ્યા. જો કે બસપા સુપ્રીમો માયાવતી એન મહેશને કુમારસ્વામીની સરકારના પક્ષમાં મત આપવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ પાર્ટીનો આદેશ ન માનવા પર માયાવતીએ એન મહેશને બસપામાંથી હાંકી કાઢ્યા. વળી, હવે આ મુદ્દે હવે એન મહેશે પણ જવાબ આપ્યો છે.

આ પણ વાંચોઃ Video: દોસ્તને KISS કરવાની હતી પ્રિયા પ્રકાશ પરંતુ કંઈક એવુ બન્યુ કે...આ પણ વાંચોઃ Video: દોસ્તને KISS કરવાની હતી પ્રિયા પ્રકાશ પરંતુ કંઈક એવુ બન્યુ કે...

એન મહેશે માયાવતીના ટ્વીટ પર શું કહ્યુ

એન મહેશે માયાવતીના ટ્વીટ પર શું કહ્યુ

મંગળવારે સાંજે ફ્લોર ટેસ્ટમાં ગેરહાજર રહેવા પર બસપામાંથી હાંકી કઢાયા બાદ ધારાસભ્ય એન મહેશે પ્રતિક્રિયા આપતા કહ્યુ, ‘મને ખબર નથી કે મને પાર્ટીમાંથી કેમ કાઢવામાં આવ્યો. પહેલા મને કહેવામાં આવ્યુ હતુ કે હું ફ્લોર ટેસ્ટની વોટિંગમાં ભાગ ન લઉ. બાદમાં મને ટ્વીટ વિશે જણાવવામાં આવ્યુ. ફ્લોર ટેસ્ટમાં વોટિંગ વિશે મને બસપામાંથી કોઈ નિર્દેશ મળ્યા નથી. હું બેંગલુરુમાં નહોતો એટલા માટે મને ટ્વીટ વિશે ખબર નહોતી.' ઉલ્લેખનીય છે કે આ પહેલા એન મહેશે કહ્યુ હતુ કે જો ફ્લોર ટેસ્ટ વિશે તેમને બસપાના નેતૃત્વમાંથી કોઈ નિર્દેશ નહિ મળે તો વોટિંગમાં તે ભાગ નહિ લે. ત્યારબાદ માયાવતીએ એન મહેશને કુમારસ્વામીની સરકારના પક્ષમાં મત આપવાના નિર્દેશ આપ્યા.

અનુશાસનહીનતા આરોપમાં માયાવતીએ પાર્ટીમાંથી કાઢ્યા

અનુશાસનહીનતા આરોપમાં માયાવતીએ પાર્ટીમાંથી કાઢ્યા

તમને જણાવી દઈએ કે બસપા પ્રમુખ માયાવતીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યુ હતુ, ‘બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ કર્ણાટકમાં પોતાના બસપા ધારાસભ્યને સીએમ કુમારસ્વામીની સરકારના સમર્થનમાં મત આપવા હેતુ નિર્દેશિત કર્યા છે.' કુમારસ્વામીની સરકાર પડી ગયા અને ધારાસભ્યના મતદાનમાં ભાગ ન લીધા બાદ માયાવતીએ મંગળવારે સાંજે જ ટ્વિટ કરીને કહ્યુ, ‘કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારના સમર્થનમાં મત આપવાના પાર્ટી હાઈકમાન્ડના નિર્દેશનું ઉલ્લંઘન કરીને બસપા ધારાસભ્ય એન મહેશ આજે વિશ્વાસ મતમાં અનુપસ્થિત રહ્યા જે અનુશાસનહીનતા છે જેને પાર્ટીએ અતિ ગંભીરતાથી લીધુ છે અને એટલા માટે એન મહેશને તાત્કાલિક પ્રભાવથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.'

‘સરકાર પાડવા માટે કર્યો સત્તા તેમજ ધનબળનો ઉપયોગ'

‘સરકાર પાડવા માટે કર્યો સત્તા તેમજ ધનબળનો ઉપયોગ'

કર્ણાટકમાં સરકાર પડવા વિશે માયાવતીએ ભારતીય જનતા પાર્ટી પર હુમલો કરતા કહ્યુ, ‘કર્ણાટકમાં ભાજપે બંધારણીય મર્યાદાઓને નેવે મૂકવા સાથે સાથે જે રીતે સત્તા તેમજ ધનબળનો ઉપયોગ કરીને સરકારને પાડવાનું કામ કર્યુ છે, તે પણ લોકતંત્રના ઈતિહાસમાં કાળા અધ્યાય રૂપે નોંધાયેલ રહેશે. આની જેટલી પણ નિંદા કરવામાં આવે તે ઓછી છે.' તમને જણાવી દઈએ કે 2018માં થયેલા વિધાનસભા ચૂંટણીમાં બસપા અને જેડીએસ ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા જેમાં માત્ર એક સીટ પર જીત મળી હતી. મંગળવારે સાંજે થયેલા ફ્લોર ટેસ્ટમાં કુલ 20 ધારાસભ્યોએ ભાગ ન લીધો અને જેડીએસ-કોંગ્રેસની સંખ્યા 117થી ઘટીને 99 થઈ ગઈ.

‘વિકાસનો નવો યુગ શરૂ થશે'

‘વિકાસનો નવો યુગ શરૂ થશે'

કુમારસ્વામીની સરકાર પડી ગયા બાદ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ, ‘આ લોકતંત્રની જીત છે. લોકો કુમારસ્વામી સરકારથી કંટાળી ગયા હતા. હું કર્ણાટકની જનતાને વિશ્વાસ અપાવવા ઈચ્છુ છુ કે હવે વિકાસનો નવો યુગ શરૂ થશે. અમે ખેડૂતોને ભરોસો અપાવીએ છીએ કે આવનારા દિવસોમાં અમે તેમને વધુ મહત્વ આપીશુ. અમે વહેલી તકે આના પર નિર્ણય લઈશુ.' ભાજપ નેતા જગદીશ શેટ્ટરે કહ્યુ કે હાલમાં બાગી ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાયા નથી. આ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર થયા બાદ એ તેમના પર નિર્ભર છે કે તે ભાજપમાં શામેલ થાય છે કે નહિ. અત્યારે અમારી પાસે 105 ધારાસભ્યો છે અને ભાજપ પાસે બહુમત છે. અમે એક સ્થિર સરકાર બનાવીશુ.

English summary
BSP MLA N Mahesh Reaction On Mayawati Tweet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X