For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં અરબપતિ ઉદ્યોગપતિ અને બસપા નેતાની હત્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

deepak-bhardwaj
નવી દિલ્હી, 26 માર્ચ: બસપાના સ્થાનિક નેતા અને બિઝનેસમેન દિપક ભારદ્વાજની મંગળવારે તેમના દક્ષિણી દિલ્હીના ફાર્મહાઉસમાં બે લોકોએ ગોળી મારી હત્યા કરી દિધી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે લગભગ 9:15 વાગે વસંત કુંજ સ્થિત ફાર્મહાઉસ 'નિતિશ કુંજ'માં ઘટી હતી.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બે વ્યક્તિઓ એક બીએમડબ્લ્યૂ કાર લઇને આવ્યા હતા અને 62 વર્ષીય ભારદ્રાજ સાથે વાતચીત કરી અને થોડીવાર બાદ તેમને ભારદ્વાજ પર ગોળી ચલાવી હતી. તેમને જણાવ્યું હતું કે સેનાના રિચર્સ એન્ડ રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. પોસ્ટમોર્ટમ એમ્સમાં કરવામાં આવશે.

કહેવામાં આવે છે કે હુમલાખોરોએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. હુમલાખોરો ફાર્મ હાઉસની બુકિંગ કરાવવાના બહાને આવ્યાં હતા. તેમના પરિવારે ગાર્ડસની લાપરવાહીના કારણે હુમલો થયો અને દિપકની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે.

ભારદ્વાજ રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા હતા અને તેમને 2009ની લોકસભાની ચુંટણી બસપાની ટિકીટ પર લડ્યા હતા. તેમની સંપત્તિ 600 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

English summary
A politician belonging to the Bahujan Samaj Party (BSP) was killed at his farmhouse here on Tuesday morning by two unidentified gunmen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X