For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Buddha Purnima 2021: બુદ્ધ જયંતિના લાઈવ પ્રસારણ સાથે જોડાશે PM મોદી, જાણો બુદ્ધ પૂર્ણિમા વિશે

બિહારના ગયામાં સ્થિત બોધગયા મહાબોધિ મંદિરમાં 26 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના પર્વ પર લાઈવ પ્રસારણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોડાશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આ વર્ષે બુદ્ધ જયંતિ બુધવાર એટલે કે 26 મેના રોજ મનાવવામાં આવશે. દુનિયાભરના બૌદ્ધ અને હિંદુ ગૌતમ બુદ્ધના જન્મને બુદ્ધ જયંતિ રૂપે મનાવે છે. બુદ્ધનો જન્મ સિદ્ધાર્થ ગૌતમ, એક રાજકુમાર તરીકે, પૂર્ણિમા તિથિ પર 563 ઈસા પૂર્વમાં પૂનમના દિવસે થયો હતો. લુંબિની(આધુનિક નેપાળમાં એક ક્ષેત્ર)માં એટલા માટે તેમની જયંતિના દિવસે બુદ્ધ પૂર્ણિમા કે વૈસાક તરીકે ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બિહારના ગયામાં સ્થિત બોધગયા મહાબોધિ મંદિરમાં 26 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના પર્વ પર લાઈવ પ્રસારણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોડાશે. દેશમાં કોરોનાના પ્રકોપને જોતા બુદ્ધ પૂર્ણિમાનો આ કાર્યક્રમ ઑનલાઈન રાખવામાં આવ્યો છે. પીએમ મોદી આ ખાસ પ્રસંગે બૌદ્ધ અનુયાયીઓને સંબોધિત પણ કરી શકે છે. લાઈવ પ્રસારણમાં ભારત, નેપાળ, વિયેતનામ, ભૂટાન, શ્રીલંકા, મંગોલિયાથી લાઈવ પ્રાર્થના કરવામાં આવશે.

buddh

બુદ્ધ જયંતિ 2021માં ભગવના બુદ્ધની 2583મી જયંતિ હશે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ગૌતમ બુદ્ધને જ્ઞાનને પ્રાપ્તિ થઈ હતી. શ્રીલંકા, મ્યાનમાર, કંબોડિયા, જાવા, ઈન્ડોનેશિયા, તિબેટ, મંગોલિયામાં બુદ્ધ જયંતીના વિશેષ દિવસને એક ઉત્સવ તરીકે 'વેસાક' તરીકે મનાવે છે. બુદ્ધ જયંતિની તારીખ એશિયાઈ ચંદ્ર -સૌર કેલેન્ડર પર આધારિત છે માટે દર વર્ષે અલગ અલગ તારીખે હોય છે. જો કે તે સામાન્ય રીતે પૂનમા દિવસે વૈશાખના હિંદુ મહિનામાં આવે છે, પશ્ચિમી ગ્રેગોરિયન કેલેન્ડરમાં તારીખ અલગ હોય છે.

બુદ્ધ પૂર્ણિમા 2021 - તિથિ અને સમય

બુદ્ધ પૂર્ણિમા તિથિ - બુધવાર, 26 મે, 2021
પૂર્ણિમા તિથિ શરૂ - 25 મે, 2021ના રોજ 08:29 PM
પૂર્ણિમા તિથિ સમાપ્ત - 26 મે, 2021ના રોજ સાંજે 04:43 વાગે

જાણો બુદ્ધ પૂર્ણિમા વિશે

ગૌતમ બુદ્ધનો જન્મ સિદ્ધાર્થ ગૌતમ તરીકે એક રાજકુમાર તરીકે થયો હતો. મોટાભાગના લોકો લુંબિની, નેપાળને બુદ્ધનુ જન્મસ્થાન માને છે. એવુ માનવામાં આવે છે કે ગૌતમ બુદ્ધને બોધગયામાં જ્ઞાન પ્રાપ્ત થયુ હતુ અને તેમણે સૌથી પહેલા સારનાથમાં ધર્મની દિક્ષા આપી હતી. બૌદ્ધો માટે બોધગયા ગૌતમ બુદ્ધના જીવન સાથે સંબંધિત સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. બૌદ્ધો માટે અન્ય ત્રણ મહત્વપૂર્ણ તીર્થ સ્થળોમાં શામેલ છે - કુશીનગર, લુંબિની અને સારનાથ. બુદ્ધ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ ધર્મના અનુયાયી ભગવાન બુદ્ધને પ્રાર્થના કરે છે અને તેમના આશીર્વાદ લેવા માટે તીર્થ સ્થળે જાય છે.

English summary
Buddha Purnima 2021: PM Modi join live broadcast of Buddha Jayanti, Know all about Buddha Purnima
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X