Budget 2024 : ઠંડીમાં લોકો પર ઠંડુ પાણી રેડાયુ, જાણો બજેટ પર વિપક્ષે શું કહ્યું?
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય બજેટમાં સરકારે મોટી જાહેરાતો કરવાનું ટાળ્યુ છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ તેને ઠંડુ બજેટ ગણાવ્યુ છે.
બજેટને લઈને રાજકીય બયાનબાજી પણ શરૂ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, આ બજેટમાં યુવાનો કે ગરીબો માટે કંઈ નથી.

મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, આપણે છેલ્લા 10 વર્ષથી જોઈ રહ્યા છીએ, પરંતુ કહેવા અને કરવામાં ઘણો તફાવત છે. 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલાં મોટાં વચનો આજદિન સુધી પૂરાં થયાં નથી. જ્ઞાનની નવી વ્યાખ્યા મળી પણ આ બજેટમાં ગરીબો માટે શું આવ્યું? યુવાનો માટે શું આવ્યું છે? સ્ત્રી શક્તિનું શું થયું?
પ્રિયંકા ચતુર્વેદીએ વધુમાં કહ્યું કે, બજેટમાં કોઈના માટે કંઈ નથી. હું કહીશ કે આ બજેટ દ્વારા કેન્દ્ર સરકારે ઠંડીની મોસમમાં સામાન્ય જનતાની અપેક્ષાઓ પર પાણી રેડ્યુ છે. હવે આ બજેટ પર દેશની જનતા જ નિર્ણય કરશે.
જણાવી દઈએ કે, વચગાળાના બજેટમાં સરકાર દ્વારા કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય આવકવેરા મુક્તિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, મહિલાઓને લઈને મોટી જાહેરાત કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કેસ લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક હવે 2 કરોડથી વધારીને 3 કરોડ કરવામાં આવ્યો છે.
બજેટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. બજેટમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. રિસર્ચ અને ઈનોવેશન માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે. બજેટમાં સ્ટાર્ટઅપ માટે ટેક્સમાં છૂટની પણ જાહેરાત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
