For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

23 મે પરિણામ ગમે તે આવે, ચૂંટણીમાં આમની જીત નક્કી છે

17મી લોકસભા ચૂંટણીના પરિણામ 23મી મેના રોજ આવશે. આ જ દિવસે નક્કી થશે કે કોઈ પાર્ટી કે ગઠબંધનની સરકાર બનશે, અને કયા નેતાઓ ચૂંટણી જીત્યા, કોના દાવા ખોટા સાબિત થયા.

|
Google Oneindia Gujarati News

17મી લોકસભા ચૂંટણીના પરિણામ 23મી મેના રોજ આવશે. આ જ દિવસે નક્કી થશે કે કોઈ પાર્ટી કે ગઠબંધનની સરકાર બનશે, અને કયા નેતાઓ ચૂંટણી જીત્યા, કોના દાવા ખોટા સાબિત થયા. પરંતુ ભલે કોઈ જીતે કોઈ હારે આ ચૂંટણીમાં હજારોની સંખ્યામાં એવા લોકો ભાગા થયા છે, જેમની જીત નક્કી છે, એ પણ રેકોર્ડ માર્જિનથી. અમે વાત કરી રહ્યા છીએ ચૂંટણીના કામ સાથે જોડાયેલા એવા લોકોની જેમને દુનિયાની સૌથી મોટી લોકશાહીનો તહેવાર માલામાલ કરી રહ્યો છે. અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા લોકોની જેમણે કેટલાક સમય માટે જ પણ ચૂંટણીને કારણે રેકોર્ડ કમાણીની તક મળી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019, દરેક માહિતી અહીં મેળવો

વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી

વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી

2019ની લોકસભા ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી હોવાી સાથે સાથે સૌથી મોંઘી ચૂંટણી પણ છે. સાત તબક્કામાં 90 કરોડથી વધુ મતદારોને કારણે ખૂબ મોટો બિઝનેસ પણ થયો છે. ઈકોનોમિક્સ ટાઈમ્સે દિલ્હી બેઝ્ટ થિંક સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના હવાલાથી કહ્યું છે કે હાલની ચૂંટણીમાં થનાર ખર્ચમાં 40 ટકા વધારો થવાની શક્યતા છે. જે આંકડો 700 કરોડ ડૉલર થવા જાય છે.

બુલેટ પ્રૂફિંગ એક્સપર્ટની ડિમાન્ડ

બુલેટ પ્રૂફિંગ એક્સપર્ટની ડિમાન્ડ

આ વખતે ચૂંટણીમાં નેતાઓ અને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ ખૂબ જ નીચલા સ્ટરે પહોંચ્યું છે. એટલે એકબીજાના સમરથકોમાં પણ જબરજસ્ત આક્રોશ દેખાઈ રહ્યો છે. જેને કારણે નેતાઓ પોતાની સુરક્ષા પર ખૂબ જ ખર્ચ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ચૂંટણીમાં બુલેટ પ્રૂફ લક્ઝરી કારની ડિમાન્ડ વધી છે. દાખલા તરીકે લગ્ગાર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં 70થી વધુ સોકો ડિમાન્ડ પૂરી કરવા માટે દિવસ રાત એક કરવા કામ કરી રહ્યા છે. અહીં ગાડીઓમાં એવું કવચ લગાવવામાં આવે છે, જેનાથી ગાડી પર ગોળી કે ગ્રેનેડની અસર નથી થતી. કંપનીના ડિરેક્ટર સુનચિત સોબતીના કહેવા પ્રમાણે તેમની પાસે સંખ્યાબધ ઓર્ડર છે. પંજાબ બેસ્ઝ કંપની વાહનોમાં બુલેટ પ્રૂફિંગની સાથે એન્જિનય ફાયરવોલ્સ, ફ્યૂઅલ પ્રોટેક્શન સિસ્ટમ અને રન ફ્લેટ ટાયર્સનું પમ કામ કરે છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં અમે 30થી 25 ગાડીઓને બુલેટ પ્રૂફિંગ કરી ચૂક્યા છીએ. ગાડીઓમાં થતા આ પરિવર્તનનો કર્ચો 6 લાખથી 40 લાખ સુધીનો થાય છે. એક વાહનને કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે તૈયાર કરતા 2થી 3 મહિના થઈ જાય છે.

ઈમેજ મેકર્સને ચાંદી જ ચાંદી

ઈમેજ મેકર્સને ચાંદી જ ચાંદી

હાલની ચૂંટણીમાં નેતાઓ અને પાર્ટીઓની ઈમેજ બદલનાર કંપનીો પણ પહેલા કરતા વધુ પ્રોફેશનલ બની છે. આમાં મોટા ભાગની કંપનીઓ સ્ટ્રેટેજિક કન્સલટન્સી ફર્મ છે. જેમી પાસે આજે સ્હેજ પણ ટાઈમ નથી. આવી કંપનીઓ જે પક્ષ કે ઉમેદવારોની ઈમેજ મેકિંગનો કોન્ટ્રાક્ટ લે છે, તેમની જરૂરિયાત પ્રમાણે દરેક પાસા પર કામ કરે છે. એટલે કે ક્લાયન્ટ માટે ડેમોગ્રાફિક એનાલિસિસ કરે છે, મુદ્દા શોધે છે. જરૂર પ્રમાણે ટાર્ગેટ ઓડિનયન્સને પોકસ કરે છે. આવી ફર્મ્સ રાજકીય નેતાઓના સોશિયલ મીડિયા અકાઉન્ટસ પણ હેન્ડલ કરે છે અને તેમની પ્રોફાઈલ તૈયાર કરે છે. એટલું જ નહીં તેમના માટે સ્પિચ અને સ્લોગન પણ લખે છે. જેના માટે રાઈટર્સની આખી ફોજ દિમાગ ચલાવે છે. આ ઉપરાંત અહીં નેતાઓની પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ પણ કરવામાં આવે છે. જેથી તે આઈ કોન્ટેક્ટનું મહત્વ સમજી શકે. આવી જએક સ્ટ્રેટેજિક કન્સલટન્સી ફર્મ સેન્ટ્સ આર્ટના ચીફ સ્ટ્રેટેજિસ્ટ સુધાંશુ રાયે કહ્યું,'તમામની ઈમેજને સાવધાનીથી બનાવવામાં આવે છે. ક્લાયન્ટ શું ઈચ્છે છે તેના પર બધું આધાર રાખે છે. જો તે ખુદ શિક્ષિત નેતા દેખાવા માગે તો પબ્લિસિટી મટિરિયલ તે રીતે તૈયાર થાય છે.' જો કે આવી કંપનીઓ પોતાના ક્લાયન્ટસ વિશે માહિતી આપવાથી બચે છે.

રસપ્રદ વાત એ છે કે ઈલેક્શન કવરેજ કરતા પહેલા મીડિયા ઓર્ગેનાઈઝેશન પણ આવી કંપનીઓની મદદ લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ડેટાનું વિશ્લેષણ કરનારી એક કંપની ફ્રોલનાી કો ફાઉન્ડર અમરપ્રીત કલકટના કહેવા પ્રમાણે,'અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બધું જ એનલાઈઝ કરીને તેમને સલાહ આપીએ છીએ કે ટ્વિટર હેશટેગ કેવી રીતે ટ્રેન્ડ કરે છે. કયા મુદ્દે લોકો શું વિચારે છે. કોઈ ખાસ ન્યૂઝ પર દેશના જુદા જુદા વિસ્તારમાંથી લોકો શું રિએક્ટ કરી રહ્યા છે.'

ચૂંટણી બની છે સ્ટેટ સિમ્બોલ

ચૂંટણી બની છે સ્ટેટ સિમ્બોલ

મજેદાર વાત એ છે કે ચૂંટણીમાં નેતાઓ કે રાજકીય પક્ષો કેવી રીતે ખર્ચો કરે છે, પોતાનું બ્રાન્ડિંગ કેવી રીતે કરે છે, નેતાઓની સ્ટાઈલ કેવી છે, આ બધું હવે સ્ટેટસ સિમ્બોલ બની ચૂકયુ છે. રાજકીય નેતાઓ માટે સૌથી મોટો સ્ટેસ સિમ્બોલ એ છે કે તેઓ પ્રચાર માટે કેવી રીતે પહોંચે છે. જો હેલિકોપ્ટરથી જાય તો તે કયું હેલિકોપ્ટર છે. એક એન્જિનવાળું કે બે એન્જિન કે પછી બિઝનેસ જેટથી મુસાફરી કરે છે. સ્પષ્ટ વાત એ છે કે આવો સ્ટેટસ સિમ્બોલ રાખવો દરેક નેતા માટે શક્ય નથી. મળતી માહિતી પ્રમાણે સિંગલ એન્જિનવાળા હેલિકોપ્ટર માટે કંપનીઓ એક કલાકના 1.50 લાખ અને બે એન્જિનવાળા હેલિકોપ્ટર માટે ભાડું 2.50 લાખ રૂપિયા પ્રતિ કલાક છે. માર્ટિન કન્સલ્ટિંગના ફાઉન્ડર માર્ક માર્ટિનના કહેવા પ્રમામે બિઝનેસ જે માટે પ્રતિ કલાક 4.60 લાખ રૂપિયા ભાડુ ચૂકવાય છે.

એડવર્ટાઈઝમેન્ટ બિઝનેસમાં તેજી

એડવર્ટાઈઝમેન્ટ બિઝનેસમાં તેજી

આ ચૂંટણી એડવર્ટાઈઝિંગ બિઝનેસના લોકો માટે પણ મોટી તક લાવી છે. સંખ્યાબંધ કંપનીઓ આ હજારો કરોડના વ્યવસાયમાં લાગેલી છે. એડવર્ટાઈઝિંગ વ્યવસાય સાથે જોડાયેલી કંપનીઓ માટે ચૂંટણી ધંધો વધારવાનો અવસર છે. ઉષક કાલ કમ્યૂનિકેશન લિમિટેડના એમ ડી અને તાંડવ ફિલ્મ્સ એન્ટરટેઈમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ રાજ હાયરમથના કહેવા પ્રમાણે,'આ ચૂંટણીમાં એડવર્ટાઈઝિંગ બિઝનેસ લગભગ 2500 કરોડનો છે અને લગભગ 20થી 25 એજન્સીઓ રાજકીય પક્ષો માટે કામ કરી રહી છે.'

કહીં ખુશી, કહીં ગમ

કહીં ખુશી, કહીં ગમ

આ ઉપરાંત કેટલાક પરંપરાગત વ્યવસાય પણ છે, જે ચૂંટણીમાં રેકોર્ડ કમાણી કરી રહ્યા છે. પ્રચાર માધ્યમો ડિજિટલ બન્યા છે, પરંતુ તેમના વ્યવસાય પર અસર નથી પડી. જેમ કે ફૂલ અને હારનો વ્યવસા. છેલ્લા કેટલાક દિવસોથી તેનું વેચાણ વધ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે દિલ્હીના જથ્થાબંધ ફૂલ માર્કેટમાં ફૂલની ડિમાન્ડ ચૂંટણી સમયે વધી છે. એક એક દુકાનમાં એક દિવસમાં 2.5 લાખ રૂપિયાના ફૂલ વેચાઈ રહ્યા છે. આ સિલસિલો 23 મે સુધી ચાલશે. પરંતુ તમામ લોકો નસીબદાર નથી. એટલે કે ડિજિટલ પ્રચારે નેતાઓ અને મતદારોનું ફોકસ સોશિયલ મીડિયા પર વધાર્યું છે. પરિણામે પોસ્ટર, બેનર, કેપ્સ, ટી શર્ટના વ્યવસાયમાં જોડાયેલા લોકોનો બિઝનેસ ધીમો પડ્યો છે. નવી દિલ્હીમાં પ્રચાર સામગ્રી બેચનારી કંપની ભારત ટ્રેડિંગમાં કામ કરતા મદનલાલની વાત પ્રમામે હંમેશા ચૂંટણીમાં સારો બિઝનેસ થતો હતો. પરંતુ આ વખતે અમે ખર્ચો પણ નથી કાઢી શક્યા.

English summary
bullet proofing experts slogan writers win big in india polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X