For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K:ટેરિટોરિયલ આર્મી જવાનનું શબ મળી આવતાં ચકચાર

જમ્મુ-કાશ્મીરમાં ટેરિટોરિયલ જવાનનું શબ મળતાં ચકચારઆતંકવાદીઓએ અપહરણ કરી હત્યા કરીઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરના ટેરિટોરિયલ આર્મીના જવાન ઇરફાન અહમદ ડારનું શબ શોપિયામાં મળી આવ્યું હતું. ઇરફાન અહમદ ડાર રજા પર હતો અને શુક્રવારથી ગાયબ હતો. 23 વર્ષના આ જવાનનું શબ મળી આવવાથી ચકચાર મચી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, આતંકવાદીઓએ ઇરફાન ડારનું અપહરણ કરી તેની હત્યા કરી હતી. આતંકીઓએ શુક્રવારે જ ઇરફાનનું અપહરણ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, શોપિયાં જિલ્લાના વુથમુલ્લા ગામમાંથી તેનું શબ મળી આવ્યું હતું. સ્થાનિક નિવાસીઓએ પોલીસને મૃત શરીર અંગે જાણકારી આપી હતી, જે પછી પોલીસે ઘટનાસ્થળે જઇ શબને તપાસ માટે મોકલ્યું હતું.

jammu kashmir jawan

એસએસપી શોપિયાં અંબાકર શ્રીરામે કહ્યું કે, અમને શંકા હતી કે ઇરફાનના ગુમ થવા પાછળ આતંકવાદીઓનો હાથ છે. તેની કાર પણ ઘટનાસ્થળ પાસે જ મળી આવી હતી. પોલીસે આગળ જણાવ્યું હતું કે, ઇરફાન 10 દિવસ પહેલાં રજા પર ગયો હતો. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ જવાનના મૃત્યુ પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, આવા બર્બર કૃત્યોથી ઘાટીમાં શાંતિ અને સામાન્ય પરિસ્થિતિ લાવવાની અમારી પ્રતિબદ્ધતા નબળી નહીં પડે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષમાં જવાનનું અપહરણ કરીને હત્યા થયાની આ બીજી ઘટના છે. આ પહેલાં મે માસમાં સેનાના લેફ્ટનેન્ટ ઉમરનું પણ અપહરણ કરી તેમની હત્યા કરવામાં આવી હતી. 22 વર્ષીય ઉમર શોપિયાંમાં પોતાના ઘરે એક લગ્ન સમારંભમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ તેમની પહેલી જ રજા હતી, જે તેમના જીવનની છેલ્લા રજા બની ગઇ હતી.

English summary
Bullet-riddled body of Territorial Army Jawan Ifran Ahmad Dar found in Shopian.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X