For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડી કેસઃ ભાટિયા પરિવારે ‘મોતની તૈયારી'માં કેવી રીતે ગુજાર્યા 5 દિવસ

પોલિસને મળેલા પરિવારના કેટલાક રજિસ્ટર અને બીજી વસ્તુઓ એ તરફ ઈશારો કરી રહી છે કે છેલ્લા પાંચ દિવસથી પરિવારમાં કંઈક તંત્ર મંત્રની ક્રિયાઓ ચાલી રહી હતી અને ઘણી અસામાન્ય વાતો આ દરમિયાન થઈ.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના બુરાડીમાં ગયા રવિવારે એક જ પરિવારના 11 લોકોના થયેલા શંકાસ્પદ મોતની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. આ મામલે સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલિસને મળેલા પરિવારના કેટલાક રજિસ્ટર અને બીજી વસ્તુઓ એ તરફ ઈશારો કરી રહી છે કે છેલ્લા પાંચ દિવસથી પરિવારમાં કંઈક તંત્ર મંત્રની ક્રિયાઓ ચાલી રહી હતી અને ઘણી અસામાન્ય વાતો આ દરમિયાન થઈ. પોલિસને સીસીટીવીમાં મળેલા વીડિયોમાં પરિવારમાં છેલ્લા પાંચ દિવસોમાં વિવિધ પ્રકારના પૂજા પાઠ થવા હોવાની વાત સામે આવી છે.

પરિવારના લોકો પાંચ દિવસથી કરી રહ્યા હતા મોતની તૈયારી

પરિવારના લોકો પાંચ દિવસથી કરી રહ્યા હતા મોતની તૈયારી

1 જુલાઈના રોજ બુરાડીના એક ઘરમાંથી એક જ પરિવારના 11 લોકોની લાશ મળી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે મોક્ષ મેળવવા માટે તેમણે રાતે ફાંસી લગાવી લીધી અને સવારે તેમની લાશો મળી આવી. પોલિસને જે ફૂટેજ મળ્યા છે તેમાં 26 જૂને પરિવારની મોટી વહુ સવિતા ફ્લેટમાં પૂજાની સામગ્રી સાથે જોવા મળી રહી છે અને પૂજા કરી રહી છે.

લલિત ચાર દિવસ પહેલા લાવ્યો કાળા કપડા

લલિત ચાર દિવસ પહેલા લાવ્યો કાળા કપડા

પરિવારનો નાનો પુત્ર લલિત જે આ બધી હત્યાઓ માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે તે 27 જૂને કાળા કપડા અને ડૉક્ટરોના ઉપયોગમાં આવતી ટેપ એક પ્લાસ્ટિક બેગમાં લાવતો જોવા મળી રહ્યો છે. એક જુલાઈએ આ જ કપડામાં પરિવારના સભ્યોની લાશો મળી હતી. 28 જૂને લલિત બે ભારે બેગ લઈને ઘરમાં આવ્યો હતો.

29 જૂને પંડિત સાથે મુલાકાત

29 જૂને પંડિત સાથે મુલાકાત

29 જૂને મોટો પુત્ર ભવનેશ એક પંડિતને મળ્યો અને પૂજાની સામગ્રીની યાદી બનાવી. 30 જૂને પણ તે આ જ પંડિત પાસે આવ્યો. 30 જૂનના જ ફૂટેજમાં સવિતા અને તેની પુત્રી નીતૂ પાંચ સ્ટૂલ લાવતી દેખાય છે. જેના પર પરિવારના સભ્યો લટકતા મળ્યા. 1 જુલાઈની સવારે ભાટિયા પરિવારના 11 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેને આત્મહત્યા માનવામાં આવી રહી છે.

English summary
burari death case How Bhatia family spent its last five days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X