બિહારના બક્સરમાં હૈદરાબાદ જેવી ઘટના, દુષ્કર્મ બાદ યુવતીની હત્યા
બિહારના બક્સરમાં હૈદરાબાદ જેવી ઘટના, દુષ્કર્મ બાદ યુવતીની હત્યા
બક્સરઃ હૈદરાબાદ બાદ બિહારમાં વધુ એક માણસાઈને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદની જેમ જ નરાધમોએ બિહારના બક્સર જિલ્લામાં એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેને ગોળી મારી તેની હત્યા કરી દીધી. હત્યા બાદ યુવતી પર પેટ્રોલ છાંટીને આગના હવાલે કરી દીધી. ઘટના સોમવાર મોડી રાતની જણાવાઈ રહી છે. બિહારના બક્સર જિલ્લાના ઈટાઢીમાં હૈદરાબાદ જેવી જ હેવાનિયત ભરી ઘટના બની, જેના કારણે સનસની મચી છે. રાક્ષસોએ 18-19 વર્ષની નવવધુને પેટ્રોલ નાખીને સળગાવી દીધી કે માત્ર પીડિતાના પગ જ બચ્યા છે.

મૃતકના તાજેતરમાં જ લગ્ન થયાં હતાં
સળગેલ મૃતદેહના પગમાં સેન્ડલ અને હાથોમાં ગ્લવ્ઝ અને ચૂડીઓ જોઈને કહેવાઈ રહ્યું છે કે મૃતકના તાજેતરમાં જ લગ્ન થયાં હતાં. ક્રાઈમ સિનની તપાસ કર્યા બાદ પોલીસને લાગી રહ્યું છે કે યુવતીને પહેલા ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને પછી તેને પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી. પોલીસ અને ડૉક્ટર બંને હત્યા પહેલા દુષ્કર્મની આશંકાથી ઈનકાર નથી કરી રહ્યા.

દાંત અને હાડકાંનો ડીએનએ ટેસ્ટ થશે
ઘટના સ્થળે તપાસ માટે પહોંચેલ એફએસએલના સિનિયર સાઈન્ટિસ્ટ અંશુ ઝા અને રંજીત કુમારે મૃતકના દાત અને સાથળનાં હાડકાંને ડીએનએ તપાસ માટે મોકલ્યા છે. સાઈન્ટિસ્ટોનું કહેવું છે કે ડીએનએ તપાસ માટે કોઈના સાથળના હાડકાને સારું માનવામાં આવે છે.

ગ્રામીણોએ જણાવ્યું- બંધૂક ફૂટ્યાનો અવાજ આવ્યો
એસડીપીઓ સતીષ કુમારે જણાવ્યું કે કેટલાક ગ્રામીણો રાત્રે ખેતરમાં ચોકીદારી કરી રહ્યા હતા, તેમને રાત્રે 12.30થી 1 વાગ્યાની વચ્ચે ગોળી ચાલી હોવાનો અવાજ સંભળાયો હતો. પરંતુ તેમને ચોરી કાંતો ડકૈતીની આશંકા થઈ. પછી આગ સળગતી દેખાઈ તો લાગ્યું કે કોઈ ખેડૂતો ઠંડથી બચવા માટે આગ લગાવી હશે. સવારે ગ્રામીણોએ સળગેલી હાલતમાં મૃતદેહ જોયો તો પોલીસને જાણકારી આપી. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.

માથામાં ગોળી મારી હત્યા કરી હતી
મૃતદેહને જોયા બાદ એસપીએ કહ્યું કે, કપડાંને જોઈને લાગે છે કે યુવતી ભદ્ર પરિવારની રહેવાસી છે. દેશી કટ્ટાથી માથામાં ગોળી મારી તેની હત્યા કરવામાં આવી છે. પછી મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવ્યો. પોસ્ટમોર્ટમ કરી રહેલા ડોક્ટર બીએન ચૌબેએ કહ્યું કે યુવતીના ગોઠણ ઉપરના બધાં જ અંગ સળગી ગયાં છે. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.












Click it and Unblock the Notifications
