For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 રાજ્યોમાં પેટાચૂંટણી પુર્ણ, જાણો ક્યાં કેટલુ મતદાન થયુ?

દેશના છ રાજ્યોમાં શાંતિપુર્ણ રીતે પેટાચૂંટણી પુર્ણ થઈ છે. આ પેટા ચૂંટણીમાં 6 સીટો પર ધારાસભ્યોના અવસાન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશના છ રાજ્યોમાં શાંતિપુર્ણ રીતે પેટાચૂંટણી પુર્ણ થઈ છે. આ પેટા ચૂંટણીમાં 6 સીટો પર ધારાસભ્યોના અવસાન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. જે સીટો પર પેટા ચૂંટણી યોજાઈ તેની વાત કરીએ તો, બિહારની બે મોકામા અને ગોપાલગંજ, ઉત્તર પ્રદેશની ગોલા ગોકરનાથ, હરિયાણાની આદમપુર, ઓડિશામાં ધામનગર, મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ અને તેલંગાણાની મુનુગોડે વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

voting

ઉત્તર પ્રદેશની ગોલા ગોકરનાથ, બિહારની મોકામા અને ગોપાલગંજ, ઓડિશાની ધામનગર, હરિયાણાની આદમપુર, તેલંગાણાની મુનુગોડે અને મહારાષ્ટ્રની અંધેરી પૂર્વમાં પેટાચૂંટણી યોજાઈ હતી. તેમાંથી 6 બેઠકો ધારાસભ્યોના અવસાનથી ખાલી પડી હતી. તેલંગાણામાં આ બેઠક કોંગ્રેસના ધારાસભ્યના ભાજપમાં જવાથી ખાલી પડી હતી.

યુપીના ગોલા ગોકરનાથ, બિહારના મોકામા અને ગોપાલગંજ તેમજ હરિયાણાની આદમપુર સીટ પર પ્રાદેશિક પક્ષોની ભાજપ સાથે સીધી લડાઈ છે. ઓડિશા, મહારાષ્ટ્ર અને તેલંગાણાની સીટો પર વિપરીત સ્થિતિ છે. અહીં પ્રાદેશિક પક્ષો ઉપર છે. તેમની સીધી ટક્કર ભાજપ સાથે છે. તમામ સીટો પર પેટાચૂંટણી માટે આજે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું.

ચૂંટણી પંચના આંકડા અનુસાર, તેલંગાણાની મુનુગોડે બેઠક પર સૌથી વધુ 77.55% મતદાન નોંધાયું હતું. જ્યારે બિહારની ગોપાલગંજ સીટ પર 48.35 ટકા, મોકામા સીટ પર 52.47 ટકા મતદાન થયું હતું. જ્યારે હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠકમાં 75.25 ટકા, મહારાષ્ટ્રના અંધેરી પૂર્વમાં 31.74 ટકા, ઓડિશાના ધામનગરમાં 66.63 ટકા, યુપીના ગોલા ગોકરનાથમાં 55.68 ટકા મતદાન થયું છે.

પેટાચૂંટણી માટે મતદાનની સાથે ચૂંટણી પંચે મતગણતરી માટે પણ તૈયારીઓ કરી લીધી છે. મતદાન સ્થળો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન બાદ મતપેટીઓને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવી રહી છે. તમામ સીટો માટે 6 નવેમ્બરે મતગણતરી થવાની છે.

English summary
By-elections completed in 6 states, know how much voting was done where?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X