For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

By Poll Result: યૂપીની બંને લોકસભા સીટ પર સપા ઉમેદવાર આગળ

By Poll Result: યૂપીની બંને સીટ પર સપા ઉમેદવાર આગળ

|
Google Oneindia Gujarati News

બે રાજ્ય ઉત્તર પ્રદેશ અને પંજાબની કુલ 3 લોકસભા સીટ (આઝમગઢ, રામપુર અને સંગરુર) સહિત પાંચ રાજ્યોની વિધાનસભા સીટો પર થયેલ પેટા ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશની બંને લોકસભા સીટ પર વિપક્ષી સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ જબરી લીડ બનાવી લીધી છે. રામપુરથી મો. આસિમ રાજા 8221 વોટથી જ્યારે આઝમગઢથી ધર્મેંદ્ર યાદવ 8578 મત સાથે ભાજપથી આગળ ચાલી રહ્યા છે.

bypoll

દિલ્હીના રાજિંદર નગર વિધાનસભા સીટ પર ત્રણ રાઉન્ડની ગણતરી બાદ આમ આદમી પાર્ટીના દુર્ગેશ પાઠક 2112 વોટથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે પંજાબની સંગરૂર લોકસભા સીટ પર શિરોમણિ અકાલી દળ (અમૃતસર)ના ઉમેદવાર સિમરણજીત સિંહ માનથી હવે આપ ઉમેદવાર ગુમરૈલ સિંહ આગળ ચાલી રહ્યા છે.

અગાઉ આઝમગઢથી સપા ઉમેદવાર ધર્મેંદ્ર યાદવ અને પોલીસ વચ્ચે મતગણતરી કેન્દ્ર બહાર તીખી બબાલની વાત સામે આવી હતી. ચૂંટણી પંચે તમામ મતગણતરી કેન્દ્રો પર સુરક્ષાના પુખ્તા ઈંતેજામ કર્યા છે.

ત્રણ લોકસભા સીટ ઉપરાંત પાંચ રાજ્યોની કુલ સાત વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટણીમાં મતગણતરી પણ ચાલી રહી છે. ત્રિપુરાની ટાઉન બારદોવાલીથી કિસ્મત અજમાવી રહેલ માણિક સાહાને મુખ્યમંત્રી બની રહેવા માટે ચૂંટણી જીતવી જરૂરી છે.

English summary
By Poll Result: SP candidate leading in both loksabha seats in UP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X