For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટાર ફુટબોલર Lionel Messi બન્યો Byju'sનો બ્રાંડ એમ્બેસેડર

ભારતની અગ્રણી એડટેક કંપની બાયજુએ તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીને નિયુક્ત કર્યો છે. Byju's સામાજિક અસર વધારવા અને સાર્વત્રિક શિક્ષણના ધ્યેયને હાંસલ કરવા માટે કંપનીએ મેસીને બ્રાન્ડ એમ્બેસેડર બ

|
Google Oneindia Gujarati News

ભારતની અગ્રણી એડટેક કંપની બાયજુએ તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીને નિયુક્ત કર્યો છે. Byju's સામાજિક અસર વધારવા અને સાર્વત્રિક શિક્ષણના ધ્યેયને હાંસલ કરવા માટે કંપનીએ મેસીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે આગળ FIFA વર્લ્ડ કપ 2022 આવી રહ્યો છે. બાયજુએ આ પહેલા મેસીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો છે.

મેસ્સી બન્યો Byju'sનો બ્રાન્ડ એમ્બેસેડર

મેસ્સી બન્યો Byju'sનો બ્રાન્ડ એમ્બેસેડર

ઉલ્લેખનિય છેકે બાયજુ દ્વારા મેસ્સીને કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમવા માટે કેટલી રકમ ચૂકવવામાં આવી છે તે અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી. બાયજુના સહ-સ્થાપક દિવ્યા ગોકુલનાથે તેમની લિંક્ડઇન પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમારા 5.5 મિલિયનથી વધુ પ્રિય દિલવાળાઓ માટે આજે સ્મિત કરવાના 10 વધુ કારણો છે. હા, લિયોનેલ મેસ્સી બાયજુના એજ્યુકેશન ફોર ઓલના પ્રથમ ગલોબલ પાર્ટનર છે.

પોતાનુ ફાઉન્ડેશન ચલાવે છે મેસ્સી

પોતાનુ ફાઉન્ડેશન ચલાવે છે મેસ્સી

તમને જણાવી દઈએ કે મેસ્સી પોતે પણ પોતાની એનજીઓ લીઓ મેસ્સી ફાઉન્ડેશન ચલાવે છે, જે સ્વાસ્થ્ય, શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીનું માનવું છે કે મેસ્સી સાથે આવવાથી સર્વ શિક્ષા અભિયાનને વેગ મળશે

બાયજુસનુ અભિયાન

બાયજુસનુ અભિયાન

બાયજુના એજ્યુકેશન ફોર ઓલ કેમ્પેઈન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આ એક એવો પ્રયાસ છે જેના દ્વારા શિક્ષણ દરેક વ્યક્તિ સુધી મફતમાં પહોંચે છે. ભારતમાં જે બાળકો શિક્ષણ સુધી પહોંચી શકતા નથી, તેઓએ આ અભિયાન દ્વારા શિક્ષણ સુધી પહોંચવું પડશે. આ અભિયાન 55 લાખથી વધુ બાળકો સુધી પહોંચ્યું છે. હવે તે 2025 સુધીમાં વધુ એક કરોડ બાળકો સુધી પહોંચશે. આ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે આ ટાર્ગેટ સુધી અમે જલ્દી પહોંચી જઈશું. આ આશ્ચર્યજનક નથી કે મહાન ખેલાડીઓ મહાન શિક્ષકો પણ છે. મને ખાતરી છે કે આ પાર્ટનરશીપ વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપશે. ફૂટબોલ ચાહકો જાણે છે કે જ્યારે મેસ્સી તમારી બાજુમાં હોય ત્યારે બધું જ શક્ય છે.

English summary
Byju's has appointed star footballer Lionel Messi as global brand ambassador
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X