Bypoll Election Results 2021: બે લોકસભા અને 14 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ
Bypoll Election Results 2021: બે લોકસભા અને 14 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ
Bypoll Election Results 2021: પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તમામ નિયમોનું પાલન કરતાં રવિવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ કરી દેવાઈ છે. જ્યારે ઉત્તર પ્રદેશના પંચાયતી ચૂંટણી, અલગ અલગ રાજ્યોની બે લોકસભા સીટ અને 14 વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણી માટે મતગણતરી આજથી થઈ રહી છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીના નિધન બાદ કર્ણાટકની બેલગામ સીટ ખાલી થઈ હતી. આંધ્ર પ્રદેશની તિરુપતિ લોકસભા સીટથી YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ બી દુર્ગાપ્રસાદના નિધન બાદ આ સીટ ખાલી થઈ હતી. બંને સીટ પર 17 એપ્રિલે મતદાન થયું હતું.

જ્યારે 11 રાજ્યોની 14 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ હતી. રાજસ્થાનની સહારા, સુજાનગઢ અને રાજસમંદ વિધાનસભા સીટ, કર્ણાટકની બસવકલ્યાણ અને મસ્કી વિધાનસભા સીટ, ગુજરાતની મોરવા હડફ વિધાનસભા સીટ, ઝારખંડની મધુપુર વિધાનસભા સીટ, મધ્ય પ્રદેશની દમોહ વિધાનસભા સીટ, મહારાષ્ટ્રની પંઢરપુર વિધાનસભા સીટ, મિઝોરમની સરછિપ વિધાનસભા સીટ, નાગાલેન્ડની નોકસેન વિધાનસભા સીટ, ઓરિસ્સાની પિપિલી વિધાનસભા સીટ, તેલંગાણાની નાગાર્જુન સાગર વિધાનસભા સીટ અને ઉત્તરાખંડની સલ્ટ વિધાનસભા સીટ પર 17 એપ્રિલે ચૂંટણી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો મુજબ ચૂંટણી પરિણામ ઉપરાંત કોઈપણ વિજયી ઉમેદવાર દ્વારા જુલૂસ નહિ કાઢી શકે.
હાલ મતગણતરીની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે પ્રત્યેક મતગણતરી કેન્દ્ર પર ઓછામા ઓછા 15 વખત સેનેટાઈઝ કરવામાં કામ કરાશે અને આ દરમ્યાન સામાજિક દૂરીના નિયમોનું સખ્તાઈથી પાલન કરાશે.












Click it and Unblock the Notifications
