CAA હિંસાઃ રામપુરમાં પ્રશાસને 28 લોકોને 14 લાખની રિકવરીની નોટિસ પાઠવી
રામપુરઃ નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં થયેલ હિંસાત્મક પ્રદર્શન દરમિયાન ઉત્તર પ્રદેશમાં 16 લોકોનાં મોત થયાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 'બદલો લેવામાં આવશે'ની ચેતવણી બાદ રામપુર જિલ્લા પ્રશાસને વસૂલીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે રામપુરના 28 લોકોને 14 લાખ રૂપિયાની વસૂલી માટે નોટિસ મોકલી છે.

પ્રશાસને પૂછ્યું- વસૂલી કેમ ના કરીએ?
પોલીસ કસ્ટડીમાં જે 28 લોકોને વસૂલીની નોટિસ મોકલામાં આવી છે તેમાં ડિલિવરી બૉય અને ભરતકામ કરતા જમીર પણ સામેલ છે. પ્રશાસને આ 28 લોકોને હિંસા માટે જવાબદાર ઠેરવતા પૂછ્યું કે 14.86 લાખ રૂપિયાના નુકસાનીની ભરપાઈ માટે વસૂલી કેમ ના કરવી જોઈએ?

દીકરાને છોડાવવા માટે પૈસા નથી
મુન્ની બેગમે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે રવિવારે બપોરે પોલીસ તેમના ઘરે આવી અને કોઈપણ કારણ વિના તેના દીકરાને ઉઠાવીને લઈ ગઈ. આગલા દિવસે સોમવારે અમને માલૂમ પડ્યું કે શનિવારે જે હિંસા થઈ તેના માટે પોલીસે તેને જવાબદાર ઠેરવતાં જેલ મોકલી દીધો છે. તેમણે જણઆવ્યું કે હિંસાવાળા દિવસે તેમનો દીકરો જમીર ઘરે હતો. તેમણે કહ્યું કે હજી સુધી મારી પાસે પ્રશાસન તરફથી આવી કોઈ નોટિસ આવી નથી. દીકરાને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવા મારી પાસે વકીલ કરાવવા સુધીના પણ પૈસા નથી. હું કેવી રીતે ચૂકવણી કરી શકું છું.

એક અઠવાડિયામાં જવાબ માંગ્યો
રામપુરના ડીએમે કહ્યું કે પોલીસની તપાસમાં 28 લોકોની હિંસામાં સંડોવણી હોવાનું માલૂમ પડ્યું છે, આ 2 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. પોલીસ તેમની વિરુદ્ધ સબૂત એકઠાં કરશે. આ 28 લોકો પાસે એક અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે, જે બાદ સવૂલીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આશે. આરોપી અને તેનો પરિવાર ખોટી રીતે આ મામલે ધરપકડ થઈ હોય તે ખુદ નિર્દોષ હોવાના સબૂત પ્રસ્તુત કરી શકે છે.