For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીઃ મહિલાઓની સુરક્ષા માટે કેજરીવાલ સરકારે DTC બસમાં લગાવ્યા કેમેરા અને પેનિક બટન

દિલ્હીઃ મહિલાઓની સુરક્ષા માટે કેજરીવાલ સરકારે DTC બસમાં લગાવ્યા કેમેરા અને પેનિક બટન

|
Google Oneindia Gujarati News

એક સમય હતો જ્યારે યુપી બાદ દિલ્હીને મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું, નિર્ભયા સાથે થયેલી બર્બરતા બાદ તો મહિલાઓ દિલ્હીની બસોમાં પ્રવાસ કરતાં પણ ગભરાવા લાગી હતી, અને રાત્રે તો જાણે મહિલાઓ માટે બહાર નિકળવું એટલે જીવને જોખમમાં નાખવા બરાબર થઇ ગયું હતું. પરંતુ કેજરીવાલ સરકારે દિલ્હીની આ છાપ સુધારવાનો પ્રયત્ન કર્યો છે. કેજરીવાલ સરકારે મહિલાઓની સુરક્ષા માટે કેટલાંક મહત્વનાં પગલાં ભર્યાં છે જેનાં આખા રાજ્યમાં વખાણ થઈ રહ્યાં છે.

dtc buses

દિલ્હી પરિવહન નિગમની 3697 બસમાં સીસીટીવી કેમેરા, પેનિક બટન લગાવવામાં આવ્યા છે, જ્યારે 9181 માર્શલ તેનાત કરવામાં આવ્યા છે. આ બસોમાં માર્શલોની તેનાતીને લઈ સરકાર તરફથી દર મહિને 13.06 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. મહિલાઓની સુરક્ષાને લઇ ડીટીસીએ આ પગલું ભર્યું છે. જો કે ડીટીસીએ 43 વધુ બસોમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે.

નુકસાનમાં ચાી રહેલ દિલ્હી પરિવહન નિગમને નાણાકીય વર્ષ 20209-21માં 2.32 કરોડ રૂપિયાની માસિક બચત થઈ છે. આ નાણાકીય વર્ષમાં ડીટીસીની કુલ આવક 454.42 કરોડ રૂપિયા થઇ. આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ 2020-21માં ડીટીસી બસો પર પ્રતિ કિમી ચાલવાની લાગત 106 રૂપિયા હતી. ડીટીસીએ નાણાકીય વર્ષ 2020-21માં ઈંધણ પર પ્રતિ મહિને 28.63 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

સરકારે નાણાકીય વર્ષ 2020-21માં મહિલા યાત્રિઓને મફત યાત્રા પ્રદાન કરવા પર 114.86 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ડીટીસી અંતર્ગત કુલ 3762 બસ છે, જેમાંથી 3760 સીએનજી, જ્યારે બે ઈલેક્ટ્રિક બસ છે. ડીટીસી કર્મચારીઓના પગાર અને એરિયર્સ સહિત પોતાની બસોને ચલાવવા માટે પ્રતિ મહિને 167.49 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. 21 માર્ચ 2022 સુધી ડીટીસીમાં 7715 સ્થાયી કર્મચારી છે, જ્યારે સંવિદા કર્મચારીઓની સંખ્યા 22809 છે.

English summary
Camera and Panic button installed in DTC buses to ensure safety of women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X