For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ ભાજપ અધ્યક્ષઃ મુસ્લિમોની ઓળખ ‘તેમના કપડા ખોલવા'થી થઈ જશે

કેરળના ભાજપ અધ્યક્ષ પીએસ શ્રીધરન પિલ્લઈએ મુસ્લિમો સામે ખૂબ જ શરમજનક અને વાંધાજનક નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં સમગ્ર દેશમાં રાજકીય પારો પોતાની ચરમ સ્થિતિમાં છે જ્યાં એક તરફ બધા પક્ષોના નેતાઓ પોત પોતાની રીતે મતદારોને આકર્ષિત કરવામાં લાગેલા છે ત્યાં બીજી તરફ અમુક નેતા પોતાના વિવાદિત નિવેદનો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યા. આઝમ ખાન, યોગી આદિત્યનાથ, માયાવતી અને મેનકા ગાંધી બાદ હવે આ કડીમાં નામ જોડાયુ છે કેરળના ભાજપ અધ્યક્ષ પીએસ શ્રીધરન પિલ્લઈનું જેમણે મુસ્લિમો સામે ખૂબ જ શરમજનક અને વાંધાજનક નિવેદન આપ્યુ છે.

‘મુસ્લિમોની ઓળખ તેમના કપ઼ડા ખોલવાથી થઈ જશે'

‘મુસ્લિમોની ઓળખ તેમના કપ઼ડા ખોલવાથી થઈ જશે'

રવિવારે અટ્ટિંગલમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા પિલ્લઈએ કહ્યુ કે મુસ્લિમોની ઓળખ તેમના કપડા ખોલવાથી થઈ જશે. તમને જણાવી દઈએ કે આ નિવેદન મુસ્લિમોની પરંપરા ‘ખતના' સંબંધિત આપ્યુ છે.

‘આપણા સૈનિકોએ માર્યા ગયેલા લોકોની ગણતરી કરવી જોઈએ'

‘આપણા સૈનિકોએ માર્યા ગયેલા લોકોની ગણતરી કરવી જોઈએ'

વાસ્તવમાં ભાજપના ઉમેદવાર શોભા સુરેન્દ્રનના સમર્થનમાં પ્રચાર કરવા અટ્ટિંગલ પહોંચેલા શ્રીધરન પિલ્લઈએ કહ્યુ કે અમુક લોકોને એર સ્ટ્રાઈકના પુરાવા જોઈએ. રાહુલ ગાંધી, યેચુરી અને પિનારાઈ વિજયન કહી રહ્યા છે કે આપણા સૈનિકોએ ત્યાં જઈને માર્યા ગયેલા લોકોની ગણતરી કરવી જોઈએ...તેમની જાતિ, ધર્મ વગેરે વિશે જણાવવુ જોઈએ તો હું કહીશ કે જો તે મુસ્લિમ છે, તો તેમના અમુક નિશાન પણ હશે, તો એટલા માટે કહીશ કે જો તને એમના કપડા હટાવશો તો તમને ખબર પડી જશે કે તે મુસ્લિમ હતા કે નહિ, હવે આપણે આ જ બધુ કરવુ પડશે કારણકે લોકોને પુરાવા જોઈએ.

પિલ્લાઈના નિવેદન પર મચ્યુ ઘમાસાણ

પિલ્લાઈના નિવેદન પર મચ્યુ ઘમાસાણ

કેરળ ભાજપ અધ્યક્ષના આ નિવેદનથી રાજ્યમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. સીપીઆઈએ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને ચૂંટણી કમિશનને આની ફરિયાદ કરી છે. તેણે કહ્યુ કે પિલ્લઈનું આપેલુ આ નિવેદન એક વિશેષ સમાજને ટાર્ગેટ કરે છે અને સાથે તેમના ગંદા વિચારોને વ્યાખ્યાયિત કરે છે એવામાં તેમના પર ચૂંટણી કમિશને કાર્યવાહી કરવી જોઈએ. વળી, કોંગ્રેસ કહ્યુ છે કે કેરળ ભાજપ અધ્યક્ષનું આ નિવેદન મુસ્લિમ ધર્મનું અપમાન છે આના માટે તેમણે સાર્વજનિક રીતે માફી માંગવી જોઈએ જો તે આમ નહિ કરે તો તેઓ તેમની સામે ચૂંટણી કમિશનમાં જશે.

પિલ્લઈએ બધી વાતોનો ઈનકાર કરી દીધો છે..

પિલ્લઈએ બધી વાતોનો ઈનકાર કરી દીધો છે..

જ્યારે પિલ્લઈએ બધી વાતોથી ઈનકાર કરી દીધો છે, તેમણે કહ્યુ કે મે કોઈના પર કોઈ વિવાદિત નિવેદન આપ્યુ નથી. જો મારી સામે લોકો ચૂંટણી કમિશનમાં જશે તો હું કાયદાકીય કાર્યવાહી કરીશ કારણકે મે કોઈના પર કોઈ વિવાદિત ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચોઃ આપને કોંગ્રેસ 4 સીટ આપી શકે છે, ગઠબંધનના દરવાજા હજુ ખુલ્લા છેઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ આપને કોંગ્રેસ 4 સીટ આપી શકે છે, ગઠબંધનના દરવાજા હજુ ખુલ્લા છેઃ રાહુલ ગાંધી

English summary
Kerela BJP president Pillai remarked that Muslims can be identified by “removing their clothes”, in a reference to circumcision.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X