For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટેનને સમજાઇ મોદીની કિંમત, વખાણ કરી સંબંધ સુધારવા તત્પર!

|
Google Oneindia Gujarati News

દેહરાદૂન, 3 ઓક્ટોબર : ભારતમાં બ્રિટેનના હાઇ કમિશ્રનર સર જેમ્સ બેવને બુધવારે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાત જેવા એક પ્રમુખ રાજ્યના ચૂંટાયેલી સરકારના મુખ્યમંત્રી છે, તેઓ ભારત-બ્રિટેન સંબંધોને શાનદાર બનાવવામાં એક સારી એવી ભૂમિકા નિભાવી શકે છે.

ઉત્તરાખંડના પ્રવાસ પર આવેલા બ્રિટેનના હાઇ કમિશ્નરે જણાવ્યું કે 'ગુજરાત એક પ્રમુમ રાજ્ય છે અને નરેન્દ્ર મોદી તેના મુખ્યમંત્રી. તેઓ એક રાજ્યની ચૂંટાયેલી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. જે અન્ય પ્રદેશોની જેમ ભારત-બ્રિટેન સંબંધોને સારા બનાવવામાં એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.'

તેમણે જણાવ્યું કે 'જો અમે ભારતની સાથે મજબૂત સંબંધો ઇચ્છતા હોઇએ તો અમે ગુજરાતને અદેખીતું કરી શકીએ નહીં.' તેમણે વળતો એ સંબંધમાં સવાલ કર્યો કે 'શું તેને અદેખીતું કરી શકાય?'

Narendra modi
એવું પૂછાતા કે દેશના મુખ્ય વિપક્ષ દ્વારા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ શું બ્રિટેનનો તેમના પ્રત્યેનું વલણ બદલાયું છે, બેવને સીધો જવાબ ના આપતા જણાવ્યું કે 'હું ગયા વર્ષે મોદીને મળ્યો હતો અને એ સમયે કરવામાં આવેલી ટિપ્પણી પર આજ પણ કાયમ છું કે તેમની સાથે વાત કરવાનો અર્થ તેમનું સમર્થન કરવાનો નથી થતો.'

બેવને જણાવ્યું કે 'અમને ભારતીય લોકતંત્રમાં ઊંડી આસ્થા છે. પરંતુ અમે માત્ર દર્શક જ બની શકીએ છીએ, ટિપ્પણી કરનાર બની શકીએ નહીં.' જોકે તેમણે મોદી માટે વિઝા જારી કરવા પર બ્રિટિશ પ્રતિબંધ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પૂછવા પર કે મોદી આવેદન કરે છે, તો શું તેમને વિઝા જારી કરવામાં આવશે. બ્રિટેનના હાઇ કમિશ્નરે જણાવ્યું કે 'આ એક કાલ્પનિક પ્રશ્ન છે અને હું તેની પર ટિપ્પણી કરી શકું નહીં.'

English summary
Narendra Modi heads the elected government of Gujarat, which is an important state and can play a key role in fostering better India-British ties, British high commissioner to India James Bevan said on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X