For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગલા 5 વર્ષમાં કેન્સરના મામલા 12% વધી જશે, 2025 સુધીમાં 15 લાખ કેસ થઈ શકેઃ રિપોર્ટ

આગલા 5 વર્ષમાં કેન્સરના મામલા 12% વધી જશે, 2025 સુધીમાં 15 લાખ કેસ થઈ શકેઃ રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કેંસરના મામલા સતત વધી રહ્યા છે. એવું અનુમાન છે કે આગલા પાંચ વર્ષમાં કેંસરના મામલામાં 12 ટકાનો વધારો થશે. આ વાત ભારતીય ચિકિત્સા અનુસંધાન સંસ્થાન (ICMR) અને રાષ્ટ્રીય રોગ સૂચના વિજ્ઞાન અને અનુસંધાન કેન્દ્ર (NDCRI) ના રિપોર્ટમાં કહેવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ વર્ષે કેંસરના મામલા 13.9 લાખ થવાનું અનુમાન છે. જ્યારે વર્ષ 2025 સુધી આ મામલા 15 લાખ સુધી થઈ શકે છે.

cancer in india

વર્ષ 2020 સુધી તમાકુથી થતા કેંસરનો આંકડો કુલ મામલાના 27.1 ટકા સુધી હોય શકે છે. આવા જ પ્રકારના સૌથી વધુ મામલા દેશના ઉત્તર પૂર્વી ક્ષેત્રના લોકોમાં જોવા મળી શકે છે. આની સાથે જ ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ટ્રેક્ટ અને સ્તનના કેંસરના મામલા પણ તેજીથી વધવાનું અનુમાન છે. પુરુષોમાં સામાન્ય રીતે ફેફસાં, મો, પેટ અને ગ્રાસનલીમાં કેંસરના મામલા વધુ જોવા મળે છે. જ્યારે મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયમાં કેંસરના મામલા વધુ જોવા મળે છે. રાષ્ટ્રીય કેંસર રજિસ્ટ્રી કાર્યક્રમ રિપોર્ટ 2020 નામના આ રિપોર્ટને મંગળવારે બેંગ્લોર ખાતે રિલીઝ કરવામાં આવ્યો.

રિપોર્ટમાં કેંસર સંબંધિત જાણકારી આપવામાં આવી છે. આ રિપોર્ટના આંકડા દેશભરમાં આવેલ 28 જનસંખ્યા આધારિત કેંસર રજિસ્ટ્રી પર આધારિત છે. રિપોર્ટ મુજબ વર્ષ 2020માં પુરુષોમાં કેંસરના નવા મામલા 697421 અને 2025માં 763575 રહેવાનું અનુમાન છે. મહિલાઓમાં વર્ષ 2020માં કેંસરના 712758 નવા મામલા અને 2025માં 806218 મામલા રહેવાનું અનુમાન છે. મહિલાઓમાં સ્તન કેંસરના મામલા 2 લાખ, ગર્ભાશયના મામલા 75000 રહી શકે છે. પુરુષો અને મહિલા બંનેમાં ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ટ્રેક્ટ કેંસરના કુલ મામલા 2 લાખ 70 હજાર રહી શકે છે.

એમ્સના રેડિએશન ઑનકોલોજીના પૂર્વ અધ્યક્ષ ડૉ પીકે જુલ્કાનું કહેવું છે કે પાાછલા કેટલાક વર્ષોમાં કેંસરના ઈલાજમાં સુધારો જોવા મળ્યો છે. હાલ કેટલાય પ્રકારની થેરાપી પણ ઉપલબ્ધ છે, જે ઈલાજમાં ઘણઈ મદદગાર સાબિત થાય છે. કેંસરના મામલા વધી રહ્યા છે પરંતુ એક સારા સમાચાર એ પણ છે કે હવે દર્દી કેંસરની શરૂઆતી સ્ટેજમાં જ ઈલાજ કરાવવા આવે છે, જેનાથી બીમારીે સમયસર જ ડામી શકાય છે.

કોરોના: કર્ણાટક સરકારે ગણેશ ચતુર્થીને લઇ જારી કરી ગાઇડલાઇનકોરોના: કર્ણાટક સરકારે ગણેશ ચતુર્થીને લઇ જારી કરી ગાઇડલાઇન

English summary
Cancer cases will increase by 12% in next 5 years in india: Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X