For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દર 10 મિનિટે ટ્રેન ના દોડાવી શકું: પવન બંસલ

By Super
|
Google Oneindia Gujarati News

pawan_bansal
અલ્હાબાદ, 11 ફેબ્રુઆરીઃ રેલવે મંત્રી પવન કુમાર બંસલે એ વાતનું ખંડન કર્યુ છે કે અલ્હાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પરએક ફૂટ ઓવર બ્રિજની રેલિંગ તૂટવાના કારણે ભાગદોડ મચી હતી, પરંતુ તેમણે કહ્યું કે આ દુર્ઘટના વધુ પડતી ભીડ હોવાના કારણે ઘટી. આ દુર્ઘટનામાં અત્યારસુધી 36 લોકોના મોત નિપજ્યાં છે.

બંસલે કહ્યુ કે દરરોજ આખી ભારતીય રેલવે સિસ્ટમ 2.3 કરોડ લોકોની ફેરી કરે છે. દર 10 મિનિટના અંતરાલે અલ્હાબાદ ટ્રેન મોકલવામાં આવે તો પણ 3 કરોડ લોકોની ફેરી થઇ શકે તેમ નથી.

બંસલે કહ્યું કે અલ્હાબાદ રેલવે સ્ટેશન પર એકઠી થયેલી ભીડને ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જે મૌની અમાવસ્યાની તકે સ્ના કરીને પરત ફરી રહેલા હજારો શ્રદ્ધાળુઓથી ભરાઇ ગયું છે. તેમણે કહ્યું કે, આ ઘટનાની તપાસ કરાવવામાં આવશે.

તેમણે કહ્યું કે, જ્યાં સુધી મને સુચના મળી છે એ અનુસાર ફુટ ઓવર બ્રિજની રેલિંગ તૂટી નથી, અમે લોકોને અલ્હાબાદથી બહાર લઇ જવાની વ્યવસ્થા માટે પ્રયત્નો કરી રહ્યાં છીએ અને આ સંબંધમાં અલ્હાબાદથી વધુ વિશેષ ગાડીઓની સેવાઓ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

બંસલે કહ્યું કે કુલ 112 ગાડીઓ અલ્હાબાદમાંથી પસાર થાય છે અને રેલવે મહાકુંભ માટે 49 વિશેષ ગાડીઓ શરૂ કરી છે. આ ઘટનાને દુઃખદ ગણાવતા રેલવે મંત્રીએ કહ્યું કે આ ભાગદોડ અલ્હાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર થઇ છે. ભારે ભીડના કારણે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી શક્યા નહોતા.

English summary
Railway Minister Pawan Kumar Bansal has said, we have trains at 10-minute intervals at Allahabad, managing 3 crore people may not be possible.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X