સંસદીય સમિતિમાંથી રાજીનામું આપે નવીન જિંદાલ: નકવી

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ બ્યૂરોએ પૂર્વ કેન્દ્રીય કોલસા રાજ્યમંત્રી દાસારી નારાયણ રાવ અને ઉદ્યોગપતિ નવીન જિંદાલની સામે, કોલસા બ્લોક ફાળવણી મામલામાં અનિયમિતતાને પગલે મંગળવારે નવા મામલા નોંધાયા.
સીબીઆઇની ટીમએ દાસારીના ઘર અને તેમના સ્વામિત્વવાળી મીડિયા કંપનીની ઓફિસ પર એક સાથે દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ જિંદાલના પણ ઘરે અને ઓફિસમાં તપાસ કરી હતી.
સીબીઆઇ દ્વારા જિંદાલની સામે, કોલસા બ્લોક ફાળવણી મામલામાં કેસ નોંધાવવા અને તેમના ત્યાં દરોડા પાડવાની કાર્યવાહી કર્યા બાદ મંગળવારે જિંદાલ સ્ટીલ પાવરના શેર ભોંયતળીએ આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોલસા બ્લોક ફાળવણીમાં ભારે અનિયમિતતા થઇ છે.












Click it and Unblock the Notifications
