પંજાબ: અમરિંદર સિંહ CM પદે બિરાજમાન, સિદ્ધૂ કેબિનેટ મંત્રી

Written By:
Subscribe to Oneindia News

ગુરુવારે પંજાબ માં કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદની શપથ લીધી. પંજાબ વિધાનસભા ચૂંટણી 2017 માં કોંગ્રેસે રાજ્યની 117માંથી 77 બેઠકો પર કબજો જમાવ્યો છે. પંજાબમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વ હેઠળ સરકારનું નિર્માણ થયું છે, તેઓ બીજી વાર પંજાબના મુખ્યમંત્રી બન્યાં છે. આ પહેલાં વર્ષ 2002થી 2007 દરમિયાન તેમણે રાજ્ય સરકારનો કારભાર સંભાળ્યો હતો.

amrinder singh

કેપ્ટન પંજાબના 26મા મુખ્યમંત્રી છે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યાં હતા. પંજાબના રાજ્યપાલ વી.પી. સિંહ બદનૌરે કેપ્ટન અરમરિંદર સિંહ તથા તેમના મંત્રી મંડળના સહયોગીઓને શપથ લેવડાવી.

વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલાં જ ભાજપ છોડી કોંગ્રેસનો હાથ ઝાલનાર નવજોત સિંહ સિદ્ધૂ તથા પ્રકાશ સિંહ બાદલના ભત્રીજા મનપ્રીતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધી. કેબિનેટમાં બે મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

amrindar singh, navjot singh sidhhu

કેપ્ટનના 9 કેબિનેટ મંત્રીઓમાં સિદ્ધૂનો પણ સમાવેશ

 • કેપ્ટન સાથે નવજોત સિંહ સિદ્ધૂ, મનપ્રીત બાદલ, ચરણજીત સિંહ ચન્ની, રાણા કે.પી.સિંહ, સાધુ સિંહ ધર્મસૌત, તૃપ્ત રાજિન્દર સિંહ બાજવા તથા બ્રહ્મ મબિન્દ્રાએ પણ કેબિનેટ મંત્રીની શપથ લીધી.
 • નવજોત સિંહ સિદ્ધૂ અમૃતસર ઇસ્ટથી ભાજપના ઉમેદવારને હરાવીને ધારાસભ્ય બન્યાં છે. તેઓ આ બેઠક પરથી પહેલીવાર ચૂંટણી જીત્યા છે.
 • પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ બાદલના ભત્રીજા મનપ્રીત બાદલ બઠિંડાથી ધારાસભ્ય બન્યાં છે.
 • પંજાબ કેબિનેટ મંત્રી બનેલ ચરણજીત સિંહ ચન્ની ગત વખતે વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યાં છે.
 • રાણા ગુજીત સિંહે કપૂરથલા બેઠક પર અકાલી દળના ધારાસભ્યને પછાડીને જીત મેળવી હતી.
 • સાધુ સિંહ ધર્મસૌત નાભા બેઠક પરથી ધારાસભ્ય બન્યાં છે, તેઓ કોંગ્રેસ પક્ષના મોટા દલિત નેતા મનાય છે.
 • તૃપ્ત રાજિન્દર સિંહ બાજવા ફતેહગઢ ચૂડિયાંની બેઠક પરથી ધારાસભ્ય બન્યાં છે.
 • વરિષ્ઠ કોંગ્રેસી નેતા તરીકે જાણીતા બ્રહ્મ મહિન્દ્રા આપ પાર્ટીના ઉમેદવારને હરાવીને પટિયાલા બેઠક પરથી ધારાસભ્ય બન્યાં છે.

કેબિનેટમાં 2 મહિલાઓનો સમાવેશ

 • અરુણા ચૌધરી, એમએલએ, દીનાનગર
 • રઝિયા સુલ્તાન, એમએલએ, મલેરકોટલા
 • રઝિયા સુલ્તાન તથા અરુણા ચૌધરીએએ કેબિનેટ રાજ્ય મંત્રી(સ્વતંત્ર) તરીકે શપથ લીધી, અરુણા ચૌધરીને મહિલા ક્વોટા હેઠલ કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
English summary
Capt Amarinder Singh Takes Oath Today, All Eyes on Navjot Singh Sidhu Roles Portfolio.
Please Wait while comments are loading...