For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ સાથે મુલાકાત બાદ હવે કોંગ્રેસના G-23ના નેતાઓને મળી શકે છે કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજ-કાલમાં કોંગ્રેસના જી-23 નેતાઓને મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજ-કાલમાં કોંગ્રેસના જી-23 નેતાઓને મળી શકે છે. કોંગ્રેસના જી-23માં એવા નેતાઓ શામેલ છે જેમને પત્ર લખીને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, હજુ સુધી અધિકૃત રીતે એ વાત સામે આવી નથી કે અમરિંદર સિંહ કયા દિવસે કોંગ્રેસના જી-23 નેતાઓ સાથે મુલાકાત કરશે. પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યાના અમુક દિવસો બાદ કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે(29 સપ્ટેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

 amarinder singh

ઈન્ડિયા ટુડેના જણાવ્યા મુજબ પંજાબા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નવી દિલ્લીમાં પોતાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના જી-23 નેતાઓને મળી શકે છે. બુધવારે દિલ્લી પહોંચેલા કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. જો કે હજુ પણ એ સવાલ છે કે શું આવતા વર્ષે યોજાનાર પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં શામેલ થશે કે નહિ.

અમારી પાર્ટીના કોઈ અધ્યક્ષ નથી એટલા માટે આવુ થઆ રહ્યુ છેઃ કપિલ સિબ્બલ

આ તરફ જી-23 જૂથના હિસ્સો રહેલા કપિલ સિબ્બલે બુધવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. કપિલ સિબ્બલે કોંગ્રેસ નેતૃત્વ પર સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે પાર્ટી એવી સ્થિતિમાં છે જ્યાં તેણે ન હોવુ જોઈએ. કપિલ સિબ્બલે કહ્યુ, 'અમારી પાર્ટીમાં કોઈ અધ્યક્ષ નથી. માટે અમને ખબર નથી કે નિર્ણય કોણ લઈ રહ્યુ છે. અમે જાણીએ છીએ અને નથી પણ જાણતા.'

સિદ્ધુના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસના રાજકીય સંકટ

પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્ધુના અચાનક રાજીનામા બાદ કપિલ સિબ્બલનુ આ નિવેદન આવ્યુ છે. નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસમાં સંકટની સ્થિતિ દેખાઈ રહી છે. નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે 72 દિવસ કામ કર્યુ અને 28 સપ્ટેમ્બરના રોજ બપોરે પોતાનુ રાજીનામુ આપી દીધુ.

ગુલામ નબી આઝાદે કરી આ માંગ

વળી, જી-23માં શામેલ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પણ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે જેમાં તેમને ચર્ચા કરવા માટે કોંગ્રેસ કાર્યસમિતિની એક તત્કાલ બેઠક બોલાવવા માટે કહ્યુ છે. કેપ્ટન અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યમંત્રી નિયુક્ત કર્યા.

English summary
Captain Amarinder Singh likely to meet G-23 leaders of Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X