For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધુ માફી નહી માંગે ત્યાં સુધી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ તેમને નહી મળે

સિદ્ધુ માફી નહી માંગે ત્યાં સુધી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ તેમને નહી મળે

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના મોવડીએ નવજોત સિંહ સિદ્ધિુને પંજાબની કમાન સોંપી દીધી છે, પરંતુ છતાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેની કડવાહટ ઘટવાનું નામ નથી લઈ રહી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કરી દીધું કે જ્યાં સુધી નવજોત સિંહ સિદ્ધુ સાર્વજનિકક રૂપે પોતાના અપમાનજક હુમલાઓ માટે માફી નહી માંગે ત્યાં સુધી તેમને નહી મળે.

captain amrinder singh

સિદ્ધુએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મળવાનો સમય માગ્યો હોવાના અહેવાલ વહેતા થયા હતા, જો કે કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા એડવાઈઝર રવીન ઠુકરાલે આ રિપોર્ટ ઠુકરાવી દીધા છે. તેમણે કહ્યું કે સિદ્ધુએ મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો જ નથી, અને આવા પ્રકારના સમાચાર બિલકુલ ખોટા છે. મુખ્યમંત્રીના ફેસલામાં કોઈ બદલાવ નથી થયો, જ્યાં સુધી નવજોત સિંહ સિદ્ધુ કેપ્ટન અમરિંદર સિંહની સાર્વજનિક રીતે કરેલા અપમાનજનક હુમલાઓ માટે માફી નહી માંગે ત્યાં સુધી તેમને નહી મળે.

અગાઉ પંજાબના મંત્રી બ્રમ્હ મોહિંદ્રાએ સિદ્ધુ સાથે કોઈપણ પ્રકારની વ્યક્તિગત મુલાકાતના અહેવાલોનો ઈનકાર કર્યો છે, તેમણે કહ્યું કે જ્યાં સુધી સિદ્ધુ અમરિંદર સિંહ સાથે મામલો ઉકેલી ન લે ત્યાં સુધી વ્યક્તિગત મુલાકાતનો સવાલ જ નથી ઉઠતો. એક નિવેદનમાં મોહિંદ્રાએ કહ્યું કે પાર્ટીના હાઈ કમાનને સિદ્ધુને પંજાબના અધ્યક્ષ બનાવવાનો ફેસલો કર્યો તેનું સ્વાગત છે, પરંતુ જ્યાં સુધી તેઓ મુખ્યમંત્રી સાથેનો પોતાનો વિવાદ ના ઉકેલી લે ત્યાં સુધી હું તેમને નહી મળું.

મોહિંદ્રાએ કહ્યું કે અમરિંદર સિંહ કોંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટીના નેતા છે. સીએલપી સાથે જ તેઓ પ્રદેશના મુખ્યમંત્રી પણ છે, કેબિનેટના મુખિયા પણ છે, જેનો હું પણ ભાગ છું, એવામાં જ્યાં સુધી સિદ્ધુ અમરિંદર સિંહ સાથે પોતાના વિવાદો ઉકેલી નહી લે ત્યાં સુધી વ્યક્તિગત રૂપે હું તેમને નહી મળું. મોહિંદ્રાએ કહ્યું કે અમારી મિશ્રીત જવાબદારી છે, એવામાં સિદ્ધુ જ્યાં સુધી વિવાદ ન ઉકેલે ત્યાં સુધી હું તેમને મળવાથી ખુદને દૂર રાખીશ.

જણાવી દઈએ કે પાછલા અઠવાડિયે બેઠક દરમિયાન પંજાબ કોંગ્રેસના ઈન્ચાર્જ હરીષ રાવતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી, આ દરમિયાન અમરિંદર સિંહે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ સિદ્ધુ સાથે ત્યાં સુધી મુલાકાત નહી કરે જ્યાં સુધી તેઓ પોતાના નિવેદન બદલ માફી ના માંગી લે, તેમણે સાર્વજનિક રૂપે જે ટ્વીટ કર્યાં છે તેના માટે માફી માંગે.

English summary
captain amrinder singh will not meet until navjot singh sidhu apologize
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X