For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! કોરોનાથી ઠીક થયેલા વ્યક્તિના મગજમાંથી સફેદ ફૂગ મળી

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ફૂગના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે શુક્રવારે હૈદરાબાદથી એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો. અહીં કોવિડથી સાજા થયેલા દર્દીના મગજમાં સફેદ ફૂગ મળી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ફૂગના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે શુક્રવારે હૈદરાબાદથી એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો. અહીં કોવિડથી સાજા થયેલા દર્દીના મગજમાં સફેદ ફૂગ મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પીડિત આ વર્ષે મે મહિનામાં કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. થોડા દિવસો પછી તેને શરીરમાં નબળાઇ અને બોલવામાં મુશ્કેલી પડી હતી. મગજનો સ્કેન કરતા ગાંઠ જેવી આકૃતિ દેખાઈ હતી. જે દવા લીધા બાદ પણ ઠીક થઈ ન હતી.

fungus

શસ્ત્રક્રિયા બાદ જ ડોકટરોને જાણવા મળ્યું કે સફેદ ફૂગ દર્દીના મગજમાં ફોલ્લાનું સ્વરૂપ લઈ ચૂકી હતી. સનશાઇન હોસ્પિટલના વરિષ્ઠ ન્યુરોસર્જન ડૉ. પી. રંગનાથને આ કેસને દુર્લભ ગણાવ્યો હતો. તેમને કહ્યું કે, આ ચેપ કોવિડ-19 માંથી સાજા થયા પછીનો છે. ફંગલ ઇન્ફેક્શન સામાન્ય રીતે કોવિડ-19 ના એવા દર્દીઓમાં જોવા મળે છે જેઓને ડાયાબિટીસ હોય. પરંતુ આ દર્દીને ડાયાબિટીસની સમસ્યા પણ નથી.

ડૉ. પી રંગનાથને વધુમાં જણાવ્યું હતું કે, પેરાનાસલ સાઇનસ સ્પષ્ટપણે સૂચવે છે કે કાળી ફૂગથી વિપરીત સફેદ ફૂગ નાક દ્વારા મગજમાં પ્રવેશી નથી. દર્દીની સ્થિતિ વિશે વધુ વિગતો આપતા રંગનાથને જણાવ્યું કે દર્દીએ હોસ્પિટલમાં દાખલ થયાના છઠ્ઠા દિવસે નબળાઇ અને બોલવામાં મુશ્કેલીની ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું. તેના મગજના વારંવાર MRI કર્યા બાદ જાણવા મળ્યું કે તેના મગજમાં સફેદ ફૂગનો ફોલ્લો છે.

English summary
Caution! Black fungus was found in the brain of a person cured of corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X