For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Unnao Rape Case: ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરની ધરપકડ

ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરની સીબીઆઈ ઘ્વારા ઉન્નાવ રેપ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરની સીબીઆઈ ઘ્વારા ઉન્નાવ રેપ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. કુલદીપ સિંહ સેંગરની ધરપકડ અંગે યુપી સરકાર પર ઘણું દબાવ હતું. પરંતુ આખરે મામલો સીબીઆઈ પાસે પહોંચ્યો અને તેમને કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરી લીધી છે. સૂત્રો અનુસાર સીબીઆઈ ઘ્વારા સેંગર સામે ત્રણ મામલા નોંધવામાં આવ્યા છે જેને અંગે તેઓ તેની પૂછપરછ કરી રહી છે.

આ મામલે અલાહાબાદ હાઇકોર્ટ ઘ્વારા યુપી સરકારને ફટકાર લગાવવામાં આવી હતી કે આખરે તેમને હજુ સુધી વિધાયક કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કેમ નથી કરી. ત્યારપછી કોર્ટે રાજ્ય સરકાર પાસે 1 કલાકમાં તેનો જવાબ માંગ્યો. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિપોર્ટમાં યોગી સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની પાસે વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કોઈ પણ પુરાવા નથી.

યુપી સરકાર પર સવાલ ઉભા થયા

યુપી સરકાર પર સવાલ ઉભા થયા

ધ્યાન આપવા જેવી બાબત છે કે છેલ્લા ઘણા મહિનાથી આ મામલો યુપી સરકાર પાસે હતો. પરંતુ આરોપી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરની ધરપકડ તો ખુબ જ દૂરની વાત છે સરકાર તેની પુછપરછ પણ કરતી ના હતી. ત્યારપછી આ મામલો સીબીઆઈ ને સોંપવામાં આવ્યો. સીબીઆઈ ઘ્વારા થોડા જ કલાકોમાં સેંગરની ધરપકડ કરી લેવામાં આવી. જેના કારણે યોગી સરકાર પર સવાલ ઉભા થવા લાગ્યા.

પુરાવા નથી - યોગી સરકાર

પુરાવા નથી - યોગી સરકાર

રિપોર્ટમાં યુપી સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કોઈ પણ પુરાવા નથી. પરંતુ જાંચમાં કોઈ પણ પુરાવા વિધાયક વિરુદ્ધ મળશે તો તેઓ ચોક્કસ કાર્યવાહી કરશે. ગેંગરેપ પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મૌત થયી ત્યારપછી આ મામલો વધુ ઉંચકાયો. યોગી સરકારે ઉતાવળમાં જાંચ કરવા માટે એસઆઈટી નું ગઠન કર્યું.

કોંગ્રેસ ઘ્વારા રાત્રે 12 વાગ્યે માર્ચ

કોંગ્રેસ ઘ્વારા રાત્રે 12 વાગ્યે માર્ચ

રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે 12 વાગ્યે કેન્ડલ માર્ચ કાઢી હતી. માર્ચ રાત્રે લગભગ 11.45 વાગ્યે શરૂ થયી. રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સાથે માર્ચમાં ભાગ લેવા માટે ઇન્ડિયા ગેટ પહોંચ્યા. રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ઈચ્છે છે કે સરકાર મહિલાઓ વિરુદ્ધ થઇ રહેલા અત્યાચાર સામે સખત પગલાં લે. તેમને જણાવ્યું કે આ રાજનૈતિક નથી પરંતુ રાષ્ટ્રવ્યાપી મુદ્દો છે.

English summary
CBI arrest BJP MLA Kuldeep Singh Sengar in Unnao rape case. He is accused of raping the woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X