For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PACL ચિટ ફંડ કૌભાંડ મામલે CBIએ 11 લોકોની ધરપકડ કરી, જાણો ભારતની સૌથી મોટી લૂંટ વિશે?

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ PACL ચિટ ફંડ કૌભાંડના સંબંધમાં 11 લોકોની ધરપકડ કરી છે. ગુરુવારના રોજ (23 ડિસેમ્બર) સવારે આ માહિતી આપવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ PACL ચિટ ફંડ કૌભાંડના સંબંધમાં 11 લોકોની ધરપકડ કરી છે. ગુરુવારના રોજ (23 ડિસેમ્બર) સવારે આ માહિતી આપવામાં આવી હતી. PACL કંપની પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા 18 વર્ષમાં રોકાણકારો પાસેથી ઓછામાં ઓછા રૂપિયા 49,100 કરોડ ગેરકાયદેસર રીતે એકત્રિત કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

PACL ચિટ ફંડ કૌભાંડ

PACL ચિટ ફંડ કૌભાંડને ભારતની સૌથી મોટી ચિટ ફંડ લૂંટ પણ કહેવામાં આવે છે. PACL કંપનીની રચના 1982માં થઈ હતી, આ અંતર્ગત ઘણી કંપનીઓ બની હતી. 2015માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર કંપનીએ રોકાણકારોને ફાયદો કરાવવાના નામે 49,100 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

PACL ને 2015માં માર્કેટ રેગ્યુલેટર દ્વારા 18 વર્ષમાં 58 મિલિયન રોકાણકારો પાસેથી ઓછામાં ઓછા રૂપિયા 49,100 કરોડ એકત્ર કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. 2015માં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ આર. એમ. લોઢાએ PACLની સંપત્તિનો નિકાલ કરીને પૈસા પરત કરવા જણાવ્યું હતું. સમિતિએ 8 ફેબ્રુઆરી 2019ના રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા PACL રોકાણકારોને રિફંડ માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવા જણાવ્યું હતું.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ 27 એપ્રિલ 2021ના રોજ જણાવ્યું હતું કે, PACL લિમિટેડના 1,270,849 રોકાણકારો, જેમણે રૂપિયા 10,000 સુધીનો દાવો કર્યો હતો, તેમને 31 માર્ચ, 2021 સુધીમાં કુલ રૂપિયા 438 કરોડ રિફંડ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખીય છે કે, PACL પર પ્રથમ કોલ 1997માં સેબી દ્વારા રજિસ્ટર કરવામાં આવ્યો હતો. કંપનીની કામગીરીને શંકાસ્પદ ગણીને સેબીએ આ કેસ નોંધ્યો હતો. વર્ષ 2003માં સેબીએ રાજસ્થાન હાઈકોર્ટમાંથી કંપની સામેનો કેસ જીત્યો હતો, પરંતુ 2013માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો અને સેબીને આ મામલાની ફરીથી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સેબીને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે, PACLએ 5 કરોડ 60 લાખથી વધુ લોકોના નાણાંની ઉચાપત કરી છે.

English summary
CBI arrested 11 people, know what is PACL chit fund scam in detail?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X