For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન

સીબીઆઈ ચીફના પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ પોતાનું મૌન તોડ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જે રીતે સીબીઆઈના ચીફ પદ પર આલોક વર્માને પુનર્સ્થાપિત કરવામાં આવ્યા હતા તે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેમને ફરીથી તેમના પદેથી હટાવી દીધા. સીબીઆઈ ચીફના પદેથી હટાવાયા બાદ પોતાનું મૌન તોડતા આલોક વર્માએ કહ્યુ કે જ્યારે સીબીઆઈની ગરિમા બરબાદ કરવામાં આવી રહી હતી તો મે તેને જાળવી રાખવાની કોશિશ કરી હતી. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટરનું નામ લીધા વિના આલોક વર્માએ કહ્યુ કે આ નિરાશાજનક છે કે માત્ર એક વ્યક્તિ દ્વારા મારા પર લગાવાયેલા નિરાધાર આરોપોના કારણે મારી ટ્રાન્સફર કરવામાં આવી છે.

સીબીઆઈના સાર્વભૌમત્વ અને સમ્માન માટે કામ કર્યુ

સીબીઆઈના સાર્વભૌમત્વ અને સમ્માન માટે કામ કર્યુ

આલોક વર્માએ કહ્યુ કે સીબીઆઈ મુખ્ય તપાસ એજન્સી છે જે હાઈ પ્રોફાઈલ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલ કેસોની તપાસ કરે છે, એવામાં તેનુ સાર્વભોમત્વ અને સ્વતંત્રતાની રક્ષા થવી જોઈએ. તેને બહારના કોઈ દબાણ કે પ્રભાવ વિના કામ કરવુ જોઈએ. જ્યારે સંસ્થાને બરબાદ કરવામાં આવી રહી હતી તો મે તેના સ્વાભિમાનને જાળવી રાખવાની કોશિશ કરી હતી. મે સંસ્થાના સમ્માન માટે હંમેશા કામ કર્યુ અને જો ફરીથી જવાબદારી આપવામાં આવશે તો હુ કાયદાનું રાજ સ્થાપિત કરીશ.

સમિતિએ હટાવ્યા હતા

સમિતિએ હટાવ્યા હતા

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય તપાસ એજન્સીના પ્રમુખ આલોક વર્માને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને જસ્ટીસ એ કે સિકરીની સભ્યતાવાળી સિલેક્શન પેનલે પદ પરથી હટાવ્યા છે. પીએમ મોદીના નિવાસ પર લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે મંગળવારે જ આલોક વર્માને તેમના પદ પર પુનર્સ્થાપિત કર્યા હતા. જેમને સરકારે લગભગ અઢી મહિના પહેલા જબરદસ્તી રજા પર મોકલી દેવામાં આવ્યા હતા.

લીધા હતા ઘણા મહત્વના ચુકાદા

લીધા હતા ઘણા મહત્વના ચુકાદા

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સીબીઆઈ નિર્દેશકનો પદભાર ગ્રહણ કરતા જ આલોક વર્માએ ધનાધન નિર્ણયો લીધા હતા. તેમણે એમ નાગેશ્વરરાવના નિર્દેશક રહેતા વર્માના ઘણા નજીકના અધિકારીઓની ટ્રાન્સફરના આદેશને વર્માએ રદ કરી દીધા છે. વર્માએ જેડી ભટનાગર, ડીઆઈજી એમ કે સિન્હા, ડીઆઈજી તરુણ ગૌબા, જેડી મુરુગેશન અને એડી એ કે શર્માની ટ્રાન્સફર કરી દીધી.

આ પણ વાંચોઃ સુશીલ કુમાર શિંદેએ પીએમ મોદીને ગણાવ્યા તાનાશાહ- એવું તો હિટલર પણ નહોતો કરતઆ પણ વાંચોઃ સુશીલ કુમાર શિંદેએ પીએમ મોદીને ગણાવ્યા તાનાશાહ- એવું તો હિટલર પણ નહોતો કરત

English summary
CBI director Alok Verma breaks his silence after he was removed from his post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X