For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI વારંવાર કાર્તિ ચિદમ્બરમના ઘરે દરોડા કેમ પાડી રહી છે? ચિદમ્બરમ બોલ્યા- દરોડાની ગણતરી પણ ભૂલી ગયો

CBI વારંવાર કાર્તિ ચિદમ્બરમના ઘરે દરોડા કેમ પાડી રહી છે? ચિદમ્બરમ બોલ્યા- દરોડાની ગણતરી પણ ભૂલી ગયો

|
Google Oneindia Gujarati News

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના દીકરા અને કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમના કેટલાક ઠેકાણે આજે મંગળવારે સીબીઆઈએ દરોડા પાડ્યા. મળેલી જાણકારી મુજબ કાર્તિક ચિદમ્બરમના ઘરે અને ઑફિસ પર સેંટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને દરોડા પાડ્યા. આ દરોડા અગાઉથી ચાલી રહેલી મામલા સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

karti chidambaram

જણાવવામાં આવી રહ્યું છે કે સીબીઆઈએ કુલ 9 જગ્યાએ દરોડા પાડ્યા છે. તમિલનાડુ અને મુંબઈમાં ત્રણ-ત્રણ જગ્યાએ રેડ ચાલી રહી છે. જ્યારે પંજાબ, કર્ણાટક અને ઓરિસ્સામાં 1-1 જગ્યાએ રેડ ચાલી રહી છે. કાર્તિ ચિદમ્બરમ પર એક પ્રોજેક્ટ માટે ચીની મજૂરોને વીજા અપાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ છે.

કાર્તિનો પ્રહાર

દરોડા મામલે કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું કે, 'કેટલી વખત દરોડા પડ્યા તેની ગણતરી પણ ભૂલી ગયો છું. આ એક રેકોર્ડ બનશે.' જાણકારી મુજબ અત્યારે કાર્તિ ઘરે નથી, તેઓ લંડન ગયા છે.

જણાવી દઈએ કે કાર્તિ ચિદમ્બર વિરુદ્ધ સીબીઆઈએ હાલમાં જ એક તાજો કેસ નોંધ્યો હતો. આ કેસ વિદેશમાં પૈસા મોકલવા સાથે જોડાયેલો છે. આરોપ છે કે કાર્તિએ 2010થી 2014 દરમિયાન વિદેશમાં રૂપિયા મોકલ્યા હતા. શરૂઆતી તપાસ બાદ આ મામલે સીબીઆઈએ FIR નોંધી લીધી હતી.

અગાઉ INX મીડિયા કેસમાં પણ કાર્તિ ચિદમ્બરમનું નામ આવ્યું હતું. તેમના વિદેશ જવા પર રોક લગાવી દેવામાં આવી હતી. પાછલા વર્ષે ઓક્ટોબરમાં જ તેમને અમુક શરતો સાથે વિદેશ જવાની મંજૂરી મળી છે.

English summary
CBI raids karti chidambaram house and office, here is what karti said
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X