For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ ક્રિશ્ચિયન મિશેલને 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલાયો

3600 કરોડ રૂપિયાના ઓગસ્ટા-વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ગોટાળામાં વચેટિયા અને દલાલીના આરોપી બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

3600 કરોડ રૂપિયાના ઓગસ્ટા-વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ગોટાળામાં વચેટિયા અને દલાલીના આરોપી બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. બુધવારે તેને દિલ્લીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અદાલતે તેની પાંચ દિવસની કસ્ટડી મંજૂર કરી છે.

આ પણ વાંચોઃ એટર્ની જનરલઃ CBIમાં લોકોનો ભરોસો જાળવી રાખવા સરકારની એક્શન જરૂરી હતીઆ પણ વાંચોઃ એટર્ની જનરલઃ CBIમાં લોકોનો ભરોસો જાળવી રાખવા સરકારની એક્શન જરૂરી હતી

michel

સીબીઆઈ તરફથી વકીલ ડીપી સિંહે અદાલતને અમુક મહત્વના મુદ્દાઓ પર પૂછપરછ માટે પોલિસ કસ્ટડીની માંગ કરી. સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યુ કે દુબઈના અમુક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા છે. જેની તપાસ માટે કસ્ટડી જરૂરી છે. મિશેલને મંગળવારે રાતે સંયુક્ત આરબ અમિરાતથી ભારત લાવવામાં આવ્યો છે. સીબીઆઈ, રૉ અને વિદેશ મંત્રાલયના અધિકારી મંગળવારે તેને જેટ વિમાનથી દુબઈથી દિલ્લી લાવ્યા. દિલ્લીમાં પહોંચ્યા બાદ સીબીઆઈએ તેને કસ્ટડીમાં લીધો.

વીવીઆઈપી હેલિકોપ્ટર સોદામાં મિશેલ પર 225 કરોડ રૂપિયાની દલાલી લેવાનો આરોપ છે. ભારતને 36 કરોડના વીવીઆઈપી હેલિકોપ્ટર સોદા માટે મિશેલની શોધ હતી. આ સોદો યુપીએ સરકારના સમયમાં થયો હતો જે હેઠળ 12 લક્ઝરી હેલિકોપ્ટર ખરીદવાના હતા જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને બીજા વીઆઈપી લોકો માટે થવાનો હતો. મિશેલને ફેબ્રુઆરી 2017માં યુએઈમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ મિશેલ સામે જૂન, 2016માં જાહેર કરેલ પોતાના પત્રમાં કહ્યુ છે કે તેણે ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં 225 કરોડ રૂપિયાની દલાલી લીધી હતી.

English summary
CBI Special Court sends Christian Michel to 5 day CBI custody in Agusta Westland case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X