ગુરુ ગાયબ થયા ત્યારે હું વિદેશમાં હતોઃ રામદેવ

baba-ramdev
અલ્હાબાદ, 6 ફેબ્રુઆરીઃ પોતાના ગુરુ શંકર દેવ ગાયબ થવાના મામલે યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું છે કે તે પોતાના ગુરુ ગાયબ થયા ત્યારે દેશમાં નહીં પરંતુ વિદેશમાં હતા. તેમણે કહ્યું કે, તેમના ગાયબ થયા પછી મે આ વાતની ફરિયાદ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને કરી હતી. રામદેવે કહ્યું છે કે સરકાર તેમને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહી છે. માહિતી અનુસાર જરૂર પડી તો સીબીઆઇ આ મુદ્દે બાબા રામદેવને પણ પ્રશ્નો પૂછશે.

યોગગુરુ બાબા રામદેવના ગુરુ શંકરદેવ ગાયબ થવાના મામલાની તપાસ હવે સીબીઆઇ કરશેશ શંકરદેવ જૂલાઇ 2007માં રહસ્યમય સ્થિતિમાં સવારે ફરવા ગયા ત્યારે ગાયબ થઇ ગયા હતા. 14 જૂલાઇ 2007એ 80 વર્ષિય સ્વામી શંકરદેવ હરિદ્વારના કનખલ સ્થિત આશ્રમ નજીક ગાયબ થયા હતા.

હરિદ્વાર પોલીસ ઘણા વર્ષોથી તેમની શોધખોળ કરી રહી હતી પરંતુ કોઇ બાતમી નહીં મળતા આખરે તેમણે શંકરદેવના ગાયબ થવાની ફાઇલ બંધ કરી દીધી હતી. જો કે, ગત વર્ષે ઉત્તરાખંડ સરકારે શંકરદેવ ગાયબ થવાની તપાસ સીબીઆઇને સોંપવાની ભલામણ કરી હતી, હવે આ કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવતા ફરીથી આ કેસને પ્રકાશમાં આવી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X