For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI vs CBI: સુપ્રીમ કોર્ટના ફેસલા પર બોલ્યા પ્રશાંત ભૂષણ, આ આલોક વર્માની અધૂરી જીત

CBI vs CBI: પ્રશાંત ભૂષણ બોલ્યા- આલોક વર્માની અધૂરી જીત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આલોક વર્માને રજા પર મોકલવાના કેન્દ્રના ફેસલાને સુપ્રીમ કોર્ટે પલટાવી દીધો. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આલોક વર્મા કોઈ નીતિગત ફેસલો નહિ મેળવે. સમગ્ર મામલા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે પસંદગી સમિતિ તથ્યોના આધારે આના પર વિચાર કરે. કોર્ટના ફેસલા બાદ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આલોક વર્માને પૂરી તાકાત સાથે સીબીઆઈ ચીફના પદ પર વાપસ લાવવા જોઈતા હતા.

પ્રશાંત ભૂષણ બોલ્યા

પ્રશાંત ભૂષણ બોલ્યા

પ્રશાંત ભૂષણે કહ્યું, સુપ્રીમ કોર્ટે સરકારને રજા પર મોકલવાના ફેસલાને અસંવૈધાનિક ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્રએ આ ફેસલો લેતા પહેલા સિલેક્ટ કમિટી, સીજેઆઈ, પ્રધાનમંત્રી અને વિપક્ષના નેતાની સહમતી લેવી જોઈતી હતી.

કોર્ટનો ફેસલો

કોર્ટનો ફેસલો

પ્રશાંત ભૂષણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ પાવરલેસ રહેશે. તેઓ કોઈ નીતિગત ફેસલો નહિ લઈ શકે, આ તેમની અધૂરી જીત છે. વરિષ્ઠ વકીલે જણાવ્યું કે કોર્ટે પીએમ, વિપક્ષના નેતા અને સીજેઆઈ વાળી ઉચ્ચ સ્તરીય કમિટીની પાસે આ મામલો મોકલવા કહ્યું છે જે એક અઠવાડિયાની અંદર આ કેસ પર ફેસલો લેશે.

સીબીઆઈ ચીફના પદ પર આલોક વર્માની વાપસી

સીબીઆઈ ચીફના પદ પર આલોક વર્માની વાપસી

અગાઉ સુપ્રીમ કોર્ટનો ફેસલો આવ્યા બાદ આલોક વર્માના વકીલે કહ્યું કે આ એક સંસ્થાની જીત છે, દેશમાં ન્યાયની પ્રક્રિયા સારી ચાલી રહી છે. ન્યાય પ્રક્રિયા વિરુદ્ધ કોઈ જાય છે તો સુપ્રીમ કોર્ટ તેમના માટે દરેક સમયે હાજર છે. સીબીઆઈ વિવાદ પર કોર્ટના ફેસલા બાદ આલોક વર્માની સીબીઆઈ ચીફના પદ પર વાપસી થઈ ગઈ છે. પરંતુ હજુ તેઓ કોઈ નીતિગત ફેસલો નહિં લઈ શકે.

આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય રદ થયો આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય રદ થયો

English summary
cbi vs cbi prashant bhushan reacts over supreme court verdict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X