For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી આબકારી કેસમાં આરોપીને સરકારી સાક્ષી બનાવશે સીબીઆઈ, જાણો શું છે પુરો કેસ?

લ્હી આબકારી કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મળતી વિગતો અનુસાર, સીબીઆઈ મનીષ સિસોદિયા સાથે જોડાયેલા આબકારી કેસમાં આરોપીને સરકારી સાક્ષી બનાવવા જઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હી : દિલ્હી આબકારી કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મળતી વિગતો અનુસાર, સીબીઆઈ મનીષ સિસોદિયા સાથે જોડાયેલા આબકારી કેસમાં આરોપીને સરકારી સાક્ષી બનાવવા જઈ રહી છે. આ માટે સીબીઆઈએ કોર્ટેમાં અરજી દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં મનીષ સિસોદીયા આરોપી છે.

manish sisodia

સીબીઆઈ જેને સરકારી સાક્ષી બનાવવા જઈ રહી છે તે દિનેશ અરોરાને ગયા અઠવાડિયે જ જામીન મળ્યા હતા. સીબીઆઈએ તેના જામીનનો વિરોધ પણ નહોતો કર્યો અને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કેતે સરકારી સાક્ષી બનવા માંગે છે.

આરોપી દિનેશ અરોરાએ કોર્ટમાં કહ્યું હતું કે, હું સરકારી સાક્ષી બનવા માંગુ છું. આ અંતર્ગત મારા વકીલ આરકે ઠાકુરે મંગળવારે એક અરજી આપી હતી. મારા પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તેના પર હું સાચું બોલીશ. તેણે વધુમાં કહ્યું કે તેણે હંમેશા સીબીઆઈને તપાસમાં સહકાર આપ્યો છે. સાથે જ કહ્યું કે તેઓ તપાસ એજન્સીના અધિકારીઓની સામે નિવેદન આપી ચૂક્યા છે.
કોર્ટે દિનેશ અરોરાને પૂછ્યું હતું કે, તેઓ કોઈ દબાણમાં સરકારી સાક્ષી બનવા નથી ઈચ્છતા? CBI તમને ડરાવી રહી છે કે ધમકાવી રહી છે? તેના પર તેણે કહ્યું કે તે પોતાની મરજીથી સાક્ષી બની રહ્યા છે.

હવે આ મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. આ મુદ્દે અરવિંદ કેજરીવાલે પણ નિશાન સાધ્યુ અને કહ્યું કે, આમ કરીને તેઓ ગુજરાતની ચૂંટણીમાં અમારા પ્રચારને રોકવા માંગે છે. બીજી તરફ આબકારી નીતિ કૌભાંડના આરોપી દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે દાવો કર્યો છે કે EDએ તેમના PA દેવેન્દ્ર શર્માની ધરપકડ કરી છે.

મનીષ સિસોદિયાએ ટ્વીટ કહ્યું કે, તેઓએ ખોટી એફઆઈઆર કરીને મારા ઘરે દરોડા પાડ્યા, બેંક લોકરની તપાસ કરી, ગામમાં તપાસ કરી પરંતુ મારી વિરુદ્ધ કંઈ મળ્યું નહીં. આજે મારા પીએના ઘરે EDએ દરોડો પાડ્યો, ત્યાં પણ કંઈ ન મળ્યું તો હવે તેની ધરપકડ કરીને લઈ ગયા. ભાજપ વાળા! ચૂંટણીમાં હારનો આટલો ડર.

English summary
CBI will make the accused a government witness in the Delhi Excise case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X