For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે CBSE 12th ના પરિણામો, આ રીતે જુઓ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓનુ પરિણામ આજે ઘોષિત કરવામાં આવશે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સેક્રેટરી અનિલ સ્વરૂપે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓનુ પરિણામ આજે ઘોષિત કરવામાં આવશે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સેક્રેટરી અનિલ સ્વરૂપે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી. આજે બપોરે CBSE 12 માં નું પરિણામ જારી કરી શકે છે. પરિણામ જારી કર્યા બાદ છાત્રો આની અધિકૃત વેબસાઈટ cbse.nic.in અથવા cbseresults.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. સીબીએસઈના 12 માંની બોર્ડ પરીક્ષાઓમાં બેઠેલા છાત્રો ઘણા સમયથી પરિણામોની રાહ જોઈ રહ્યા હતા. જે આતુરતાનો આજે અંત આવશે.

cbse

સીબીએસઈએ 12 માંની પરીક્ષા માર્ચ અને એપ્રિલમાં આયોજિત કરી હતી. પરિણામ જારી થયા પહેલા છાત્ર પોતાના એડમિટ કાર્ડ પોતાની પાસે રાખી લે. જો પરિણામ જાહેર થયા બાદ વેબસાઈટ ખુલવામાં મોડુ થાય તો ચિંતા કરશો નહિ વેબસાઈટ પર ટ્રાફિક વધુ હોવાના કારણે આમ થઈ શકે છે.

પરિણામ જાહેર થયા બાદ આ રીતે પરિણામ ચકાસો

સીબીએસઈની અધિકૃત વેબસાઈટ cbse.nic.in કે cbseresults.nic.in પર જાવ.
12માંના પરિણામ લિંક પર ક્લિક કરો.
રજિસ્ટ્રેશન નંબર/રોલ નંબર નાખીને લોગ-ઈન કરો.

આ ઉપરાંત છાત્રો બીજી પણ ઘણી રીતે પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વખતે છાત્રો સીધા ગૂગલ દ્વારા પણ પરિણામ જોઈ શકે છે. સીબીએસઈએ પહેલી વાર ગૂગલ સાથે પાર્ટનરશીપ કરી છે. આના માટે છાત્રોએ ગૂગલ પર જઈને સીબીએસઈ રિઝલ્ટ ટાઈપ કરવાનું રહેશે અને પછી રિઝલ્ટ પેજ પર પોતાની માહિતી ભરીને સબમિટ કરવાની રહેશે. રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.

IVR: IVR પર કૉલ કરીને પણ પરિણામ જાણી શકાય છે. આના માટે 30 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ આપવાનો રહેશે.
SMS: દરેક છાત્ર પોતાનું પરિણામ 50 પૈસા પ્રતિ એસએમએસના ચાર્જ પર મેળવી શકે છે.
ડિજી લોકરઃ એકાઉન્ટ ડિટેલ છાત્રોના નોંધાવેલા મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા મોકલવામાં આવે છે. અહીંથી માર્કશીટ લૉકરમાં મળી શકે છે.

English summary
cbse 12th results 2018 be declared today at cbse nic in cbseresults nic in check your marks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X