પુંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સીઝ ફાયર, બે લોકોના મોત

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. રિપોટર્સ મુજબ પાકિસ્તાને શનિવારે સવારે જ પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. જેમાં એક જ પરિવારના બે લોકોની મોત થઇ ગઇ છે. જો કે ભારતે પણ પાકિસ્તાનના સીઝ ફાયરનું જવાબ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી સવારે 6:30 વાગે ફાયરિંગ શરૂ થયું હતું. જમ્મુ કાશ્મીરમાં બાંદીપુરા ક્ષેત્રમાં આતંકવાદીઓએ સેનાના કેમ્પ પર હુમલો કરી બે ભારતીય જવાનોને ઇજાગ્રસ્ત કર્યા હતા.

army

તમને જણાવી દઇએ કે આજના જ દિવસે એક વર્ષ પહેલા ભારતીય સેનાએ હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીને મારી નાંખ્યો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામા, કુલગામ, શોપિયાં અને અનંતનાગ જિલ્લામાં બુરહાનના સમર્થક જોવા મળ્યા હતા. ત્યારે સેનાને આશંકા છે કે બુરહાનના સમર્થક આ સમયગાયામાં કાશ્મીરની શાંતિ ખરાબ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. માટે જ અધિકારીઓએ ત્રાલ ક્ષેત્રમાં અનિશ્ચિતકાળનો કર્ફ્યૂ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કાશ્મીરમાં પોલીસ કર્મીને ભીડ દ્વારા મારી નાંખવામાં આવ્યો હતો. જેના પગલે પણ સેના અને પોલીસને સતર્ક કરવામાં આવી છે.

English summary
Ceasefire violation by Pakistan in Jammu Kashmir Poonch, two civilians killed.
Please Wait while comments are loading...