For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્ય ચૂંટણી કમિશ્નર બિનરાજકીય અને એવો વ્યક્તિ હોવો જોઈએ જે સ્વતંત્ર નિર્ણય લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC) અને ચૂંટણી કમિશ્નર (EC) તરીકે પોતાની પસંદના સેવારત અમલદારોની નિમણૂક કરતી કેન્દ્ર સરકારની વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Sureme Court on CEC: સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC) અને ચૂંટણી કમિશ્નર (EC) તરીકે પોતાની પસંદના સેવારત અમલદારોની નિમણૂક કરતી કેન્દ્ર સરકારની વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યુ કે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરોની નિમણૂકના મુદ્દે બંધારણનુ મૌન એક પરેશાન કરતી પરંપરા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યુ કે CEC અથવા EC બિનરાજકીય વ્યક્તિ હોવો જોઈએ. એવી વ્યક્તિ જે કોઈના પ્રભાવમાં પડ્યા વિના સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યુ કે શ્રેષ્ઠ બિન-રાજકીય નિયુક્તિ માટે ન્યાયી અને પારદર્શક પ્રક્રિયા અપનાવવી જોઈએ. આ પદ પર મજબૂત ચરિત્રવાળો વ્યક્તિ હોવો જોઈએ જે પ્રભાવિત થયા વિના સ્વતંત્ર નિર્ણય લેવાનુ જાણતો હોય.

SC

આ અંગે કાયદો બનવો જોઈતો હતો પરંતુ છેલ્લા 72 વર્ષમાં આવુ થયુ નથી

સુપ્રીમ કોર્ટે કલમ 324(2)નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે, આ ચૂંટણી કમિશ્નરની નિમણૂક વિશે વાત તો કરે છે પરંતુ નિમણૂકની પ્રક્રિયા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ અંગે કાયદો બનવો જોઈતો હતો પરંતુ છેલ્લા 72 વર્ષમાં આવુ થયુ નથી. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે આ પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે 2004થી કોઈ મુખ્ય ચૂંટણી કમિશનર 06 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યો નથી.

શું સુપ્રીમ કોર્ટે મૂક પ્રેક્ષક બનીને રહેવુ જોઈએ?

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યુ કે આ રીતે બંધારણના મૌનનો લાભ લેવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, 'દરેક સરકાર ભલે તે કોઈપણ પક્ષની હોય, સત્તામાં રહેવા માંગે છે. એવામાં તમે ચૂંટણી પંચ માટે આદર્શ અને શ્રેષ્ઠ વ્યક્તિ કેવી રીતે શોધો છો. આ ટ્રિલિયન ડોલરનો પ્રશ્ન છે. પરંતુ શું સુપ્રીમ કોર્ટે મૂક પ્રેક્ષક બનીને રહેવુ જોઈએ? આ માટે નિષ્પક્ષ, પારદર્શક હોવુ જોઈએ. અમે વિવિધ અહેવાલો અને ભલામણોની તપાસ કરી શકીએ છીએ. પરંતુ પસંદગી પ્રક્રિયા માટેની કોઈપણ તંત્ર ન્યાયી અને પારદર્શક હોવુ જોઈએ.

આ અરજી પર થઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

જસ્ટિસ કેએમ જોસેફ, અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમારની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ સંબંધિત અરજીઓની સુનાવણી કરી હતી. આ અરજીમાં ચૂંટણી પંચની પોલ પેનલને રાજકીય અથવા વહીવટી હસ્તક્ષેપથી બચાવવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC) અને ચૂંટણી કમિશ્નરો(EC)ની નિમણૂક માટે કોઈ ચકાસણી પ્રક્રિયા નથી. સરકાર પોતાની પસંદગીના વ્યક્તિઓની નિમણૂક કરી રહી છે.

English summary
CEC and EC must be apolitical, strong and beyond influence says Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X