For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના વધતા કેસોથી વધી સરકારની ચિંતા, રાજ્યોને આપ્યા પાંચ સૂત્રી રણનીતિ લાગુ કરવાના નિર્દેશ

કોરોનાના વધતા કેસોએ એક વાર ફરીથી સરકારની મુશ્કેલી વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાના વધતા કેસોએ એક વાર ફરીથી સરકારની મુશ્કેલી વધારી દીધી છે. એક તરફ જ્યાં કોરોનાના કેસ દેશમાં ઝડપથી ઘટી રહ્યા છે ત્યાં બીજી તરફ છેલ્લા અમુક દિવસમાં ઓમિક્રૉન વેરિઅંટના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.

corona

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અપર મુખ્ય સચિવ, પ્રધાન સચિવ, સચિવ(આરોગ્ય)ને પત્ર લખીને કોરોનાને કંટ્રોલ કરવા માટે પાંચ સૂત્રી રણનીતિને અમલમાં લાવવાના નિર્દેશ આપ્યા છે જેમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ ઉપયુક્ત વ્યવહારનુ પાલન શામેલ છે.

આરોગ્ય સચિવે આગળ લખ્યુ કે બધા રાજ્ય કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવે અને સુનિશ્ચિત કરે કે લોકો કોરોનાને લઈને જાહેર કરેલા દિશાનિર્દેશો જેવા માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવુ અને સાફ-સફાઈનુ પૂર્ણતઃ પાલન કરે. તેમણે કહ્યુ કે તમારા બધાના સમર્થન અને સહયોગથી કોરોના પર કાબુ મેળવી શકાય છે.

કોરોના વાયરસનુ જોખમ હજુ સુધી ટળ્યુ નથી. ભારત સહિત દુનિયાભરના ઘણા દેશોમાં હજુ પણ આ મહામારી સામે જંગ ચાલુ છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)તરફતી એક ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે દુનિયાના કયા દેશોમાં કોરોનાના કેસો ફરીથી વધવાના છે.

સંગઠને કહ્યુ છે કે દુનિયામાં કોરોના કેસો એક વાર ફરીથી વધી શકે છે. ડબ્લ્યુએચઓએ ભારતને લઈને પણ એલર્ટ જાહેર કર્યુ છે. જો કે, હાલમાં દેશમાં કોરોનાની ગતિ ઘણી સુસ્ત છે પરંતુ આ સંપૂર્ણપણે ખતમ થયો નથી. જો ઢીલાશ રાખવામાં આવી તો કોરોના કેસ દેશમાં ફરીથી ગતિ પકડી શકે છે.

English summary
Center gave instructions to the states to implement a five-point strategy to control Corona.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X