For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુશખબર - આવકવેરામાં થઇ શકે છે ઘટાડો!

કેન્દ્ર સરકાર ટેક્સમાં ઘટાડો કરી શકે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ આયોગ બેઠકમાં ભાગ લીધો હતો અને ઘણા અર્થશાસ્ત્રીઓએ પોતાની વાત વડાપ્રધાન સમક્ષ મૂકી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

નોટબંધી લાગુ બાદ દેશભરમાં લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે અને આથી જ આ તકલીફો ઓછી કરવા માટે કેન્દ્ર સરકાર આવકવેરામાં છૂટ આપવાની યોજના બનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા દિગ્ગજ અર્થશાસ્ત્રીઓની નીતિ આયોગની બેઠકે આ ખબરને વધુ હવા આપી છે. ટેક્સ સ્લેબમાં ઘટાડો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોટબંધીની સમસ્યાઓમાંથી લોકોને રાહત આપે એવું બને.

narendra modi

અર્થશાસ્ત્રીઓનો મંતવ્ય

નીતિ આયોગની બેઠકમાં ઘણા આર્થિક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી, આ બોઠકનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો વિષય હતો આર્થિક નીતિ - ભવિષ્યનો માર્ગ. પરંતુ આ બેઠકમાં મોટે ભાગે એક જ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી કે કઇ રીતે વિકાસનો દર વધારી શકાય તથા વિકાસનો વર્તમાન દર જાળવી રાખવા માટે શું કરવું જોઇએ. આ દરમિયાન નીતિ આયોગના અધ્યક્ષ અરવિંદ પનગારિયાએ કહ્યું કે, ટેક્સને વધુ સરળ બનાવવાની જરૂર છે. ભારતનું પદ આંતરરાષ્ટ્રીય સત્ર પર મજબૂત કરવા માટે ટેક્સમાં છૂટ, ટેક્સમાં ઘટાડો, આવકવેરામાં છૂટ ખૂબ મહત્વપૂર્ણ છે.

જીડીપી જાળવી રાખવા માટે થઇ શકે છે મોટી જાહેરાત

નોટબંધીની જાહેરાત બાદ જે રીતે હજુ પણ ચલણી નોટોની ખામી વર્તાઇ રહી છે, એને કારણે જીડીપી નીચે આવવાની ચિંતા ઊભી થઇ છે. આ સમસ્યા સામે લડવા કેન્દ્ર સરકાર મોટી જાહેરાત કરવાની યોજના બનાવી રહી છે. ચલણી નોટોની ખામી છતાં આરબીઆઇ એ પોતાની પ્રથમ નાણાકીય નીતિ હેઠળ બેસિક પોઇન્ટમાં કોઇ પરિવર્તન નથી કર્યું, એને કારણે અનેક બેંકોને આંચકો લાગ્યો છે. બેંકોને આશા હતી કે ઓછામાં ઓછા 25 પોઇન્ટ ઓછા કરવામાં આશે, પરંતુ રેપો રેટ 6 ટકા જ રાખવામાં આવ્યો, જેથી બેંકો નિરાશ થઇ છે. મોંઘવારીને કાબૂમાં લાવવા માટે આરબીઆઇ એ આમ કર્યું હોવાનું કહેવાઇ રહ્યું છે.

વડાપ્રધાનનો મત

નીતિ આયોગની આ બેઠકમાં અન્ય કોટલાક અર્શશાસ્ત્રીઓએ કહ્યું કે, લોકો એ જે પૈસા બેંકોમાં જમા કરાવ્યા છે, તે ટોટલ બેલેન્સનો માત્ર એક ભાગ છે, જેને ભરપાઇ કરવા માટે વધુ ખર્ચને પ્રોત્સાહન આપવું જોઇએ. પનગારિયાએ કહ્યું કે, આ બેઠકમાં વડાપ્રધાને કહ્યું હતું કે, આફણે લોકોને ખર્ચો વિવેકપૂર્ણ રીતે કરતા શીખવવાનું છે. તો બીજી બીજુ એ વાતે પણ ચર્ચા થઇ કે 2020 સુધીમાં ખેડૂતોની આવક તેમની વર્તમાન આવક કરતાં બમણી થાય એ માટે શું કરવું.

English summary
Central government likely to announce cut in tax PM Modi attends NITI Ayog meet. After PM attends the meed hope rises for the announcement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X