For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિશીલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેનુ અંતર ઘટાડે સરકાર, ત્યારે જ રસીકરણમાં આવશે તેજીઃ મહારાષ્ટ્ર સરકાર

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને એ સલાહ આપી છે કે કોવિશીલ્ડની રસીના બંને ડોઝ વચ્ચેના અંતરના ઘટાડવામાં આવે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને એ સલાહ આપી છે કે કોવિશીલ્ડની રસીના બંને ડોઝ વચ્ચેના અંતરના ઘટાડવામાં આવે. વાસ્તવમાં, ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બધા રાજ્યોમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન માટે સમીક્ષા બેઠક કરી. આ મીટિંગમાં મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ રસીકરણ અભિયાનમાં તેજી લાવવા માટે સૂચનો કર્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે જો રસીકરણની ગતિ વધારવી હોય તો કોવિશીલ્ડના બંને ડોઝને ગેપનો ઘટાડવો પડશે.

corona vaccine

30 નવેમ્બર સુધી આખી વસ્તીને વેક્સીન લગાવવાનુ લક્ષ્ય

આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આ દરમિયાન 30 નવેમ્બર સુધી મહારાષ્ટ્રની કુલ યોગ્ય વસ્તીને 100 ટકા રસીકરણ કરવાનુ લક્ષ્ય રાખ્યુ. ટોપેએ કહ્યુ કે રાજ્ય સરકાર 30 નવેમ્બર સુધી પોતાના પાત્ર વસ્તીને ઘટાડવા માટે એક ડોઝ આપવા માટે કામ કરી રહી છે. 11 નવેમ્બરની રાતે 8 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં કોરોના વેક્સીનનો 101,201,096 ડોઝ આપવામાં આવ્યો જેમાંથી કમસે કમ એક ડોઝ 68,512,744 લાભાર્થીઓને આપવામાં આવ્યો જ્યારે 3,26,88,352 લોકોને બીજો ડોઝ એટલે કે ફૂલ વેક્સીનેટ કરવામાં આવ્યા.

બંને ડોઝ વચ્ચેના અંતરને ઘટાડીને તેજ થશે રસીકરણ અભિયાન

આરોગ્ય મંત્રી રાજેશ ટોપેના હવાલાથી રાજ્ય સરકારના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'કોવિશીલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેનુ અંતર ઘટાડીને રસીકરણની ગતિને તેજ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રાલયે આ સૂચન પર વિચાર કરવો જોઈએ.' તેમણે કહ્યુ કે રાજ્યએ રસીકરણને પ્રોત્સાહન આપવા માટે મિશન કવચ કુંડળ, મિશન યુવા આરોગ્ય જેવા કાર્યક્રમ શરુ કર્યા છે. રસીકરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે નેતાઓ અને ધર્મગુરુઓએ પણ આગળ આવવુ જોઈએ.

અત્યારે 84 દિવસના અંતરે લગાવવામાં આવે છે કોવિશીલ્ડનો બીજો ડોઝ

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસ માટેની કોવિશીલ્ડ વેક્સીનના બંને ડોઝ વચ્ચેનુ અંતર અત્યારે 84 દિવસનુ છે. વળી, કોવેક્સીનનો બીજો ડોઝ 28 દિવસના ગેપ બાદ લગાવવામાં આવે છે. જો કે કોવિશીલ્ડનો પણ પહેલા બને ડોઝનો ગેપ 28 દિવસનો જ હતો પરંતુ વેક્સીનની કમીના કારણે સરકારે તેને વધારીને 84 દિવસ કરી દીધો હતો. એવામાં હવે સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે કોવિશીલ્ડના બંને ડોઝના અંતરને ઘટાડવામાં આવે.

English summary
Center should reduce gap between covishield's two vaccine shots demands Maharashtra health minister Rajesh tope.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X