દિલ્હીમાં બેડની કમી દૂર થશે, કેન્દ્ર સરકાર 500 કોવિડ રેલવે કોચ ઉપલબ્ધ કરાવશે
દિલ્હીમાં બેડની કમી દૂર થશે, કેન્દ્ર સરકાર 500 કોવિડ રેલવે કોચ ઉપલબ્ધ કરાવશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇ રાજધાની દિલ્હીમાં હાલાત બગડતા જઇ રહ્યા છે. જે કારણે રવિવારે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન રાજ્યપાલ અનિલ બૈજલ પણ ત્યાં હાજર રહ્યા. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે કેટલાય મહત્વના ફેસલા લીધા છે. જે અંતર્ગત દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે. સાથે જ બેડની કમી દૂર કરવા માટે સુવિધાઓથી સજ્જ હાઇટેક રેલવે કોચ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગૃહ મંત્રાલયના અધિકારીઓ મુજબ કેન્દ્ર સરકાર દિલ્હીને 500 રેલવે કોચ ઉપલબ્ધ કરાવશે. જેમાં કોરોનાના દર્દીના ઇલાજ માટે બધી જ સુવિધાઓ હાજર રહેશે. જે બાદ રાજધાની દિલ્હીમાં ઘણી હદ સુધી બેડની કમી દૂર થઇ જશે. કોરોનાના હાલાતને જોતા રેલવેએ પહેલા જ પતાના કોચને આઇસોલેશન વોર્ડમાં તબ્દીલ કરી દીધા હતા. જેની સાથે જ આ કોચનું કોવિડ-19 ટ્રીટમેન્ટ સેન્ટર તરીકે ટ્રાયલ પણ શરૂ કરી દેવાયું છે. રેલવે મુજબ આમાં ઇલાજ માટે બધી જ સુવિધાઓ આપવામાં આવી છે.
આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન પણ હાજર હતા. તેમણે પણ રાજધાનીના હાલતની વિસ્તૃત જાણકારી લીધી. સાથે જ વધુ ટેસટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે એક ટ્વીટ પણ કર્યું. જેમાં તેમણે લખ્યું કે બેઠકમાં કેન્દ્ર અને દિલ્હી સરકારે કેટલાય મહત્વના ફેસલા લીધા છે. આપણે બધા મળીને કોરોના સામે લડીશું.












Click it and Unblock the Notifications
