For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે SIMI પર લાગેલ પ્રતિબંધ પાંચ વર્ષ વધાર્યો, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

મોદી સરકારે SIMI પર લાગેલ પ્રતિબંધ વધુ પાંચ વર્ષ વધાર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આતંકી ગતિવિધિઓમાં સામેલ સ્ટૂડેન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા પર લાગેલ પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે વધારી દીધો છે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશન બાદ આ આદેશ પ્રભાવી થઈ ગયો છે. અગાઉ યીપૂએ સરકારે 1 ફેબ્રુઆરી 2014ના રોજ સિમી પર પાંચ વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવ્યો હતો જેને મોદી સરકારે વધુ પાંચ વર્ષ સુધી વધારી દીધો છે.

સરકારે પ્રતિબંધ વધારો

સરકારે પ્રતિબંધ વધારો

આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદો, 1967નૂ કલમ 3ની ઉપ કલમ (1) અને (3) અંતર્ગત કેન્દ્ર સરકાર સિમીને એક ગેરકાયદાકીય સંગઠન ઘોષિત કરે છે. આ નોટિફિકેશન બાદ સિમી પર લાગેલ પ્રતિબંધ આગલા પાંચ વર્ષ માટે પ્રભાવિત રહેશે.

ગૃહ મંત્રાલયનું નોટિફિકેશ

ગૃહ મંત્રાલય પાસે આવા 58 મામલાની યાદી છે જેમાં સિમીના સભ્યો કથિત રૂપે સામેલ છે. મંત્રાલયે આ બાબતે કહ્યું છે કે આ સંગઠન દેશમાં સામ્પ્રદાયિક સૌહાર્દ બગાડતા લોકોની સોચને વૃત કરી રહી છે. આ સંગઠનની ગતિવિધિઓ દેશની સુરક્ષા અને એકતાની વિરુદ્ધ છે. જો સિમીની ગેરકાયદાકીય ગતિવિધિઓ પર અંકુશ લગાવવામાં નહિ આવે અને નિયંત્રિત કરવામાં નહિ આવે તો આ સંગઠન પોતાની વિધ્વંસક ગતિવિધિઓ ચાલુ રાખશે. તે પોતાના ફરાર કાર્યકર્તાઓને સંગઠિત કરી દેશ વિરોધી ભાવના ભડકાવતા ભારતના ધર્મનિરપેક્ષ માળખાને નુકસાન પહોંચાડશે.

2014માં લાગ્યો હતો પ્રતિબંધ

2014માં લાગ્યો હતો પ્રતિબંધ

સિમીના સભ્યો કેટલાય મામલામાં સામેલ હોવાની વાત સામે આવી હતી. 2017ના ગયા વિસ્ફોટમાં સિમીના સભ્યોનો હાથ હોવાની વાત સામે આવી હતી. જ્યારે વર્ષ 2014માં બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિસ્ફોટ અને ભોપાલ જેલબ્રેક કાંડમાં પણ સિમીના સભ્યોનો જ હાથ હતો. સિમી નેતા સફદર નાગૌરી, અબૂ ફેઝલ વિરુદ્ધ કેટલાય મામલા નોંધાયેલ છે. આ મામલા દેશના વિવિધ રાજ્યો તમિલનાડુ, દિલ્હી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણા ઉપરાંત કેરળમાં પણ નોંધાયેલ છે.

બે કિશોરીઓની હત્યા કરી મૃતદેહ વિજળીના થાંભલા સાથે લટકાવ્યા, તપાસમાં લાગી પોલિસબે કિશોરીઓની હત્યા કરી મૃતદેહ વિજળીના થાંભલા સાથે લટકાવ્યા, તપાસમાં લાગી પોલિસ

English summary
Central Government declares SIMI as an unlawful association, bans for five more years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X