For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Demonetisation: નોટબંધીનો નિર્ણય કેમ લેવામાં આવ્યો હતો? સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યો જવાબ

કેન્દ્ર સરકારે નોટબંધી પર પોતાનો જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

Demonetisation: કેન્દ્ર સરકારે નોટબંધી પર પોતાનો જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. બુધવારે કેન્દ્ર સરકારે SCમાં જણાવ્યુ કે 8 નવેમ્બર, 2016ના રોજ 500 રુપિયા અને 1000 રુપિયાની નોટો પાછી લેવાનો આદેશ એક આર્થિક નીતિ હેઠળનો નિર્ણય હતો જે આરબીઆઈ સાથે ચર્ચા-વિચારણ કરીને લેવામાં આવ્યો હતો અને તે નકલી નોટ, આતંકવાદને આર્થિક મદદ, કાળુ નાણુ અને કર ચોરી જેવી સમસ્યાઓને ઉકેલવા માટેની રણનીતિનો હિસ્સો હતો.

rupees

કેન્દ્રએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યુ કે રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય ભારતીય રિઝર્વ બેન્ક સાથે વ્યાપક ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો અને નોટબંધી પહેલા તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓના જવાબમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે નોટબંધી એ મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે અને નકલી ચલણ, ટેરર ​​ફાયનાન્સ, કાળુ નાણુ અને કરચોરીની સમસ્યાઓનો સામનો કરવા માટે અસરકારક પગલાં હતા પરંતુ તે માત્ર આટલા સુધી સીમિત ન હતુ. પરિવર્તનકારી આર્થિક નીતિના પગલાઓની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલુ હતુ.

કેન્દ્રએ કહ્યુ કે નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટર્સની વિશેષ ભલામણ પર લેવામાં આવ્યો હતો અને આરબીઆઈએ તેના અમલીકરણ માટે ડ્રાફ્ટ પ્લાનનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ મામલાની સુનાવણી પાંચ જજોની બંધારણીય બેંચ કરી રહી છે અને હવે આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે.

English summary
Central government defend demonetisation in Supreme Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X