For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સટ્ટા સાથે જોડાયેલી જાહેરાતો બાબતે કેન્દ્ર સરકાર એક્શનમાં, ટીવી સહિતના માધ્યમોને નિર્દેશ જારી કર્યો!

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ઓનલાઈન જુગાર અને સટ્ટેબાજી સાથે જોડાયેલી એપ્સની જાહેરાતોનો રાફડો ફાડ્યો છે. ત્યારે હવે આ બાબતે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી દેશમાં ઓનલાઈન જુગાર અને સટ્ટેબાજી સાથે જોડાયેલી એપ્સની જાહેરાતોનો રાફડો ફાડ્યો છે. ત્યારે હવે આ બાબતે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે આ દિશામાં પગલા ભરતા એપ અથવા વેબસાઇટ દ્વારા અપાતી આવી જાહેરાતો અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકારની ગાઈડલાઈનમાં નવી ન્યૂઝ વેબસાઈટ, OTT પ્લેટફોર્મ અને પ્રાઈવેટ સેટેલાઈટ ટીવી ચેનલોને સટ્ટાબાજી સંબંધિત જાહેરાતો ન દેખાડવા નિર્દેશ કરાયા છે.

pm modi

સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, કેટલાક ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ અને OTT પ્લેટફોર્મ પર સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતી સામગ્રી હજુ પણ બતાવવામાં આવી રહી છે. સરકારે એ પણ જણાવ્યું છે કે કેટલાક ઓનલાઈન ઓફશોર સટ્ટાબાજીના પ્લેટફોર્મ્સે ડિજિટલ મીડિયા પર બેટિંગ પ્લેટફોર્મની જાહેરાત કરવા માટે ન્યૂઝ વેબસાઈટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યુ કે, ભારતના મોટાભાગના ભાગોમાં સટ્ટાબાજી અને જુગાર એક ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, તેથી તેનાથી સંબંધિત જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ સરકારના આદેશોની અવગણના કરીને હજુ પણ ઘણા પ્લેટફોર્મ પર ઘણી જાહેરાતો ચલાવવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, સરકાર ભ્રામક માહિતી શેર કરનારા પ્લેટફોર્મ સામે પણ કાર્યવાહી કરી રહી છે. ગયા મહિને જ 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે થોડા દિવસો પહેલા 10 યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ જૂનમાં પણ કેન્દ્ર સરકારે બાળકોને નિશાન બનાવતી ભ્રામક જાહેરાતોને નિયંત્રિત કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા પણ જારી કરી હતી.

English summary
Central government in action on betting related advertisements
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X