For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં 145 નવા જિલ્લા બની શકે છે હૉટ સ્પૉટ, પ્રવાસી શ્રમિકોના કારણે વધ્યા કેસ

લૉકડાઉનના પાંચમા તબક્કાના પહેલા કેન્દ્ર સરકારે 145 નવા જિલ્લાની ઓળખ સંભવિત કોરોના હૉટસ્પૉટ તરીકે કરી છે.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉનના પાંચમા તબક્કાના પહેલા કેન્દ્ર સરકારે 145 નવા જિલ્લાની ઓળખ સંભવિત કોરોના હૉટસ્પૉટ તરીકે કરી છે. આમાંથી મોટાભાગના ગ્રામીણ વિસ્તાર છે જ્યાં છેલ્લા ત્રણ સપ્તાહમાં ઝડપથી કેસ વધ્યા છે. આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને એ વિસ્તારોમાં કડક પગલા લેવાના નિર્દેશ આપ્યા છે જેથી સંક્રમણને અટકાવી શકાય. હાલમાં આ જિલ્લાઓમાં અત્યારે 2147 સક્રિય કેસ છે જે કુલ સંક્રમિતોની સંખ્યાના 2.5 ટકા છે. આ સાથે જ આમાં 26 જિલ્લા એવા ચિહ્નિત કરવામાં આવ્યા છે જ્યાં 20થી વધુ કેસ સામે આવ્યા છે.

coronavirus

રાજ્યોના મુખ્ય સચિવો સાથે વાત કરીને કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ કહ્યુ કે ભારતમાં બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સહિત 12 રાજ્યોના ઘણા વિસ્તારો એવા છે જ્યાં પહેલા તો કોરોનાના કેસ નહોતા આવ્યા પરંતુ છેલ્લા ત્રણ અઠવાડિયામાં અહીં ઝડપથી કેસ વધ્યા છે. આ સાથે જ પૂર્વ ભારતના ઘણા વિસ્તારો આવનારા દિવસોમાં કોરોનાના મોટ હૉટસ્પૉટ તરીકે ઉભરીને સામે આવી શકે છે કારણકે અહીં હાઈ રિસ્ક સ્ટેટથી મોટી સંખ્યામાં લોકો પાછા આવ્યા છે.

વળી, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્લી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને આંધ્રપ્રદેશ જેવા માટે રાજ્યોમાં ગુરુવાર સુધી 1.65 લા્ખ કેસ સામે આવ્યા હતા. છેલ્લા 15 દિવસોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે, જ્યાં 13 મેથી અત્યાર સુધી 75 હજાર કેસ સામે આવી ચૂક્યા છે. આ સાથે જ બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટકથી મોટી સંખ્યામાં મજૂરોએ વાપસી કરી છે. જેના કારણે કોરોનાથી બચેલા જિલ્લા હવે હૉટસ્પૉટ તરીકે ઉભરી રહ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7964 નવા કેસ આવ્યા અને 265 દર્દીના મોતદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7964 નવા કેસ આવ્યા અને 265 દર્દીના મોત

English summary
central government marked 145 districts as potential coronavirus hotspots
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X