દેશભરમાં ફરીથી ખુલશે સ્કૂલો, ટૂંક સમયમાં એડવાઈઝરી જાહેર કરી શકે છે કેન્દ્રઃ સૂત્ર
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઉતાર-ચડાવ ચાલુ છે અને આ દરમિયાન સ્કૂલો ખોલવાને લઈને એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકાર ટૂંક સમયામાં દેશભરમાં સ્કૂલો ખોલવા અંગે એક નવી એડવાઈઝરી જાહેર કરી શકે છે. એએનઆઈના સમાચાર મુજબ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નેશનલ એક્સપર્ટ ગ્રુપ સાથે આ અંગે કાર્ય-યોજના બનાવવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે હાલમાં દેશમાં તેજીથી 15થી 18 વર્ષ સુધીના બાળકો માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધતા કેસોને જોતા દેશમાં ઘણા રાજ્યોમાં સ્કૂલો-કૉલેજો બંધ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસે જો કે દરેક ઉંમરના બાળકોને સંક્રમિત કર્યા છે પરંતુ બાળકો વચ્ચે સંક્રમણા ગંભીર કેસો ના સમાન છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ સંજોગોમાં વિશેષજ્ઞોનુ માનવુ છે કે સ્કૂલો ખોવા માટે આ યોગ્ય સમય છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે ક્રમબદ્ધ રીતે અને કડક કોરોના વાયરસ નિયમો સાથે સ્કૂલો ફરીથી ખોલવામાં આવે. જો કે સ્કૂલો ખોલવા અંગે અંતિમ નિર્ણય રાજ્ય સરકારો ઉપર રહેશે.
95 ટકા યોગ્ય વસ્તીને લાગ્યો વેક્સીનનો પહેલો ડોઝ
તમને જણાવી દઈએ કે દેશમાં 15થી 18 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે 3 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યુ હતુ. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે અત્યાર સુધી દેશની 95 ટકા યોગ્ય વસ્તીને કોરોના વાયરસ વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. વળી, શુક્રવારે કોરોના વાયરસના કેસોમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે અને દેશમાં 2,51,209 નવા દર્દી સામે આવ્યા. આ ઉપરાંત એક દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત 3,47,443 દર્દી રિકવર થયા અને સક્રિય કેસ ઘટીને 21,05,611 થઈ ગયા.