બેંકની લાઇનમાં જે લોકો મર્યા છે તેમણે દેશને લૂટ્યો છે: કેન્દ્રીય મંત્રી

Subscribe to Oneindia News

નોટબંધીના નિર્ણય બાદ દેશભરમાં લોકોને બેંકો અને એટીએમમાંથી પૈસા કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. એટલુ જ નહિ કેટલીક જગ્યાઓએ બેંકોની લાઇનમાં લોકોના મૃત્યુના પણ સમાચાર છે પરંતુ કેન્દ્રીય મંત્રી કૃષ્ણા રાજે આ મૃત્યુ પર વિવાદિત નિવેદન આપ્યુ છે.

krishna raj

કેન્દ્રીય મંત્રી કૃષ્ણારાજે કહ્યુ કે જનધન ખાતાઓમાં નોટબંધી બાદ જમા થયેલા હજારો કરોડ રુપિયા પર કેન્દ્ર સરકારની નજર છે. તેમણે કહ્યુ કે બેંકોની લાઇનમાં જે લોકોના મોત નીપજ્યા છે તે એ લોકો છે જે દેશને લૂંટતા હતા.

કાળાનાણા સામે મોટી લડાઇ

કૃષ્ણારાજે કહ્યુ કે મોદી સરકારે આતંકવાદ પર કાબૂ મેળવવા માટે કડક કાર્યવાહી કરી છે. એવામાં નોટબંધીનો નિર્ણય કાળાનાણા અને આતંકી ઘટનાઓ રોકવા માટે મહત્વનું હથિયાર છે.

સપા-બસપા પર સાધ્યુ નિશાન

બાંદામાં પરિવર્તન યાત્રામાં પહોંચેલી કેન્દ્રીય બાળ તેમજ મહિલા રાજ્યમંત્રી કૃષ્ણારાજે સપા અને બસપા પર પણ નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે સ્વામી પ્રસાદ મૌર્યાએ બસપાના તંબુમાં છેલ્લી ખીલી મારવાનું કામ કર્યુ છે, તેમણે કહ્યુ કે લોકોને હવે મુલાયમ યાદવની જરુર નથી.

English summary
Central minister gives controversial statement those who died in bank queues. Minister says those who died in queues were looting the nation.
Please Wait while comments are loading...