For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન ખુલતાં જ ઉડાણો શરૂ થવી મુશ્કેલ, સરકારે કહ્યું કે..

લૉકડાઉન ખુલતાં જ ઉડાણો શરૂ થવી મુશ્કેલ, સરકારે કહ્યું કે..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમમ મોદીએ લૉકડાઉનને 3 મે સુધી લંબાવવાની ઘોષણા કરી છે. આ એલાન બાદ એર ઈન્ડિયાએ 4 મેથી હવાઈ સેવા શરૂ કરવાનો ફેસલો કર્યો અને ફ્લાઈટનું બુકિંગ લેવું શરૂ કરી દીધું. જે બાદ કેન્દ્ર સરકારે શનિવારે સ્પષ્ટ કર્યું કે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય હવાઈ ઉડાણો શરૂ કરવાને લઈ હજી સુધી કોઈ ફેસલો લેવામાં આવ્યો નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી આ વિશે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.

air india

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કર્યું, 'નાગરિક ઉડ્ડયન મંત્રાલય સ્પષ્ટ કરે છે કે ઘરેલૂ અને આંતરરાષટ્રીય હવાઈ ઉડાણો શરૂ કરવાને લઈ હજી સુધી કોઈ ફેસલો લેવાયો નથી. બધી એરલાઈન્સને સલાહ આપવામાં આવે છે કે સરકારના ફેસલા બાદ જ બુકિંગ શરૂ કરે.' 3 મે સુધી લૉકડાઉનના એલાન બાદ એર ઈન્ડિયાએ 4 મેથી ઘરેલૂ સેવાઓ માટે 1 જૂનથી આંતરરાષ્ટ્રીય સેવાઓ માટે બુકિંગ શરૂ કરી દીધું હતું. હાલ સરકારના આ સ્પષ્ટીકરણ બાદ પણ એર ઈન્ડિયાની વેબસાઈટ પર બુકિંગ ચાલુ ચે અને એરલાઈન્સ આ મામલે સમીક્ષાની વાત કરી રહી છે.

જણાવી દઈએ કે એર ઈન્ડિયા સતત દેશ અને વિદેશોમાં પોતાના કાર્ગો પ્લેનથી રાહત સામગ્રી મોકલી રહી ચે. એટલું જ નહિ, એર ઈન્ડિયાના વિશેષ વિમાન ચીનના વુહાનથી પણ ભારતીય વિદ્યાર્થીઓને દેશ લાવી ચૂક્યા છે. વુહાનમાં જ કોરોના વાયરસના સૌથી વધુ મામલા સામે આવ્યા હતા. એર ઈન્ડિયાનું વિમાન બી-787 શુક્રવારે સવારે મેડિકલ સપ્લાઈને લઈ દિલ્હીથી ચીન માટે રવાના થયા. વિમાનમાં 170 ટન રાહત સામગ્રી હતી.

બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 15712 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1334 નવા મામલા સામે આવ્યા છે અને 27 લોકોના મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી 507 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જો કે 2231 દર્દી આ બીમારીને હરાવવામાં સફળ થયા છે. કોરોનાના સૌથી વધુ મામલા મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. જ્યાં સંક્રમિતોની સંખ્યા 3000ને પાર પહોંચી ચૂકી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ખુલ્લી ચેતાવણી, સંક્રમણ ફેલાવવાના પરિણામ ભોગવવાં પડશેડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ખુલ્લી ચેતાવણી, સંક્રમણ ફેલાવવાના પરિણામ ભોગવવાં પડશે

English summary
Centre asks airlines not to restart booking till govt decides
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X