For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે નહિ મળે આ દવા, 327 મેડિસિન પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે 300થી વધુ દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 300થી વધુ દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે આ દવાઓના બનાવવા પર, વેચાણ પર અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો હોવાથી હવે આ દવાઓ માર્કેટમાં નહીં મળે. જે દવાઓ પર સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રતિબંધ લગાવ્યો છે તેમાં કેટલીય ચર્ચિત દવાઓ પણ સામેલ છે જેનો લોગ રોજ બરોજ ઉપયોગ પણ કરે છે. સરકાર તરફથી કુલ 327 ફિક્સ્ડ ડૉઝ કૉબિનેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, સાથે જ 6 અન્ય દવાઓ પર પણ તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે.

6000 મેડિકલ બ્રાન્ડ પર અસર પડશે

6000 મેડિકલ બ્રાન્ડ પર અસર પડશે

સરકારે લગાવેલ પ્રતિબંધ બાદ 6000 જેટલી દવાની બ્રાન્ડ્સ પર અસર પડશે, જેમાં કેટલીય લોકપ્રિય દવાઓ પણ સામેલ છે. માથાના દુઃખાવાની દવા સૈરેડૉન, સ્કિન ક્રીમ પૈંડર્મ, કૉબિનેશન ડાયાબિટીસની દવા ગ્લૂકોનૉર્મ પીજી, એન્ટિબાયોટિક લ્યુપિડિક્લોક્સ, ટેક્સિમ એજેડ જેવી દવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સરકારે 10 માર્ચ 2016ના રોજ કુલ 344 એફડીસી દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો, આ લિસ્ટમાં હવે અન્ય 5 દવા પણ ઉમેરવામાં આવી છે.

આ 15 દવા પર પ્રતિબંધ નથી લાગ્યો

આ 15 દવા પર પ્રતિબંધ નથી લાગ્યો

સરકારના આ પ્રતિબંધ બાદ તમામ દવા કંપનીઓેએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટે 15 ડિસેમ્બર 2017 આ મામલાને ડ્રગ ટેક્નિકલ એડવાયઝરી બોર્ડને સોંપી દીધો. ડીટીએબીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ જમા કરાવી દીધો છે, જે બાદ 328 દવા એવી મળી આવી જે લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે . બોર્ડે આ દવાઓ પર પ્રતિબંધ લગાવવાની મંજૂરી આપી દીધી હતી. ઉપરાંત અન્ય 6 દવાઓના મામલે બોર્ડે કહ્યું કે આ દવાઓ પર પણ પ્રતિબંધ લગાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે 344માંથી 15 દવાઓ પર ટીડીએબી રિપોર્ટના આધારે પર બેન ન લગાવી શકે, કેમ કે ભારતમાં 1988 પહેલેથી આ દવાઓનું નિર્માણ થઈ રહ્યું છે. જે બાદ 15 દવા પર બેન લાગતા બચી ગયો.

પ્રતિબંધની સાથે કેટલીક દવાઓ વેચવામાં આવશે

પ્રતિબંધની સાથે કેટલીક દવાઓ વેચવામાં આવશે

જણાવી દઈએ કે હજુ પણ તમામ એફડીસી દવાઓ છે જેના પર સરકાર પ્રતિબંધ લગાવી શકે છે. આવી 500થી વધુ દવા છે, જેના પર ટૂંક સમયમાં જ પ્રતિબંધ લાગી શકે છે.6 દવાઓ એવી છે જેને અમુક પ્રતિબંધો છતાં તેને વેચવામાં આવી શકે છે. પરંતુ ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના આ દવાઓ વેચવામાં નહીં આવે. જણાવી દીએ કે આ તમામ દવાઓ વિરુદ્ધ હેલ્થ વર્કર્સની સાથે સંસદની એક કમિટિ બનાવવામાં આવી હતી, જેણે આ દવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. કમિટિનું કહેવું હતું કે આ દવાઓ મંજૂરી વિના અને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. આ દવાઓને રાજ્યોએ મંજૂરી આપી દીધી છે, પરંતુ રાજ્ય સરકાર કોઈપણ એલોપથિક દવાને મંજૂરી આપવાનો અધિકાર નથી.

કેટલાય દેશોમાં છે પ્રતિબંધ

કેટલાય દેશોમાં છે પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે જે દવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેના પર પહેલેથી જ કેટલાય દેશમાં બેન લગાવેલ છે. આ દવાઓ પર અમેરિકા, બ્રિટન, જાપાન, ફ્રાન્સ, જર્મનીમાં બેન છે. પરંતુ ભારતની સાથે અન્ય વિકાસશીલ દેશોમાં વેચાણ થઈ રહ્યું છે. જો કે સરકારના નિર્ણય બાદ આ દવાઓના વેચાણ પર બ્રેક લાગી જશે. આની પહેલા માત્ર પોંડિચેરીમાં એફડીસી દવાઓ પર પ્રતિબંધ લાગ્યો હતો. જણાવી દઈએ કે ભારતમાં પ્રતિબંધિત 328 દવાઓનો દેશમાં કુલ 3800 કરોડનો કારોબાર છે, જે ફાર્મા સેક્ટરનો 3 ટકા જેટલો કારોબાર છે.

ટીવીની નંબર 1 સેક્સી સુપરસ્ટારની ફોટો વાયરલ ટીવીની નંબર 1 સેક્સી સુપરસ્ટારની ફોટો વાયરલ

English summary
Centre bans popular painkillers and 327 unsafe fixed dose drugs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X