For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેલ્ટા પ્લસ વેરિઅંટ માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, 8 રાજ્યોને પત્ર લખીને આપ્યા ખાસ નિર્દેશ

કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅંટ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એક્શન મોડમાં છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅંટ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એક્શન મોડમાં છે. દેશમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિઅંટના 12 રાજ્યોમાંથી 51 કેસ સામે આવ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિઅંટની ખતરનાક સંભાવનાઓને જોતા કેન્દ્રની સરકારે 8 રાજ્યોને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે પંજાબ, કર્ણાટક, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને તમિલનાડુને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅંટને રોકવા માટે પૂરતા પગલા લેવા કહ્યુ છે. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે જિલ્લાઓમાં તત્કાલ પ્રભાવથી ટ્રેસિંગ અને ટેસ્ટિંગને વધારવામાં આવે અને કોવિડ-19 નિયમોનુ પાલન કડકાઈથી કરાવવામાં આવે.

covid

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ 8 રાજ્યોને લખેલા પત્રમાં કહ્યુ, 'તમે લોકો જાણો છો તેમ ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસ અલગ-અલગ રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે તો એવામાં તમારે તત્કાલ રોકથામના ઉપાયો લાગુ કરવા જોઈએ અને કોવિડ-19 ઉપાયોનુ યોગ્ય પાલન પણ સુનિશ્ચિત કરવુ જોઈએ. ટેસ્ટમાં પૉઝિટીવ લોકોના સેમ્પલને લેબમાં તત્કાલ તપાસ માટે મોકલો.'

તમને જણાવી દઈએ કે તમિલનાડુના મદુરાઈ, કાંચીપુરમ અને ચેન્નઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસ મળ્યા છે. વળી, પંજાબના પટિયાલા, લુધિયાણા, હરિયાણાના ફરીદાબાદમાં, રાજસ્થાનના બીકાનેરમાં, કર્ણાટકના મૈસૂરમાં, ગુજરાતના સુરતમાં, આંધ્ર પ્રદેશના તિરુપતિમાં અને જમ્મુ કાશ્મીરના કટરા જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસ મળ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ જિલ્લાઓને પણ ચેતવ્યા છે.

15 રાજ્યોમાં 51 ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસ મળ્યા

કેન્દ્ર સરકારે કહ્યુ કે ડેલ્ટા પ્લસ વેરિઅંટ માટે અત્યાર સુધી કુલ 45,000 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના 51 કેસ મળ્યા છે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર(એનસીડીસી)ના નિર્દેશક સુજીત સિંહે કહ્યુ કે ડેલ્ટા પ્લસ વેરિઅંટના 22 કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. વળી, તમિલનાડુમાં નવ, મધ્ય પ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે અને આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક-એક કેસ સામે આવ્યો છે.

English summary
Centre health ministry letters to 8 states to alert on Delta plus variant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X