For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર સરકાર રોહિંગ્યાઓની અવેધ એન્ટ્રી રોકે: કેન્દ્ર

ગૃહ મંત્રાલય ઘ્વારા જમ્મુ કાશ્મીર સરકારને ફરી એકવાર સાફ સાફ જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં પ્રવેશી રહેલા અવેધ રોહિંગ્યા મુસલમાનો પર મુફ્તી સરકાર લગામ લગાવે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગૃહ મંત્રાલય ઘ્વારા જમ્મુ કાશ્મીર સરકારને ફરી એકવાર સાફ સાફ જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં પ્રવેશી રહેલા અવેધ રોહિંગ્યા મુસલમાનો પર મુફ્તી સરકાર લગામ લગાવે અને તેમને તત્કાલ રોકે. ગૃહ મંત્રાલય સ્ટેટ ચીફ સેકેટરી ભરત ભૂષણ વ્યાસ અને સ્ટેટ ગૃહ મંત્રાલય જોઈન્ટ સેકેટરી અનુજ શર્માને પત્ર લખીને આ મુદ્દે ધ્યાન આપવા માટે જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ સરકારે જલ્દી થી રાજ્ય સરકારને તેની રિપોર્ટ મોકલવા માટે પણ જણાવ્યું છે.

rohingya muslim

રાજ્ય સરકારને લખેલા આ પત્રમાં ગૃહ મંત્રાલયે ખાસ કરીને રોહિંગ્યા મુસલમાનો ઘ્વારા કરવામાં આવી રહેલા અવેધ પ્રવેશ પર ચિંતા વ્યકત કરી છે. તેની સાથે સાથે બીજા પણ વિદેશી નાગરિકો અવેધ રૂપે ભારતમાં આવી રહ્યા છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં ઘણા લોકો અવેધ રૂપે પ્રવેશી ચુક્યા છે.

પોતાના પત્રમાં ગૃહ મંત્રાલય ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રકારના અવેધ પ્રવાસી લોકો દેશની સુરક્ષા માટે ખતરો બની રહ્યા છે. કેન્દ્રં સરકારે રાજ્ય સરકારને પત્રમાં ચેતવણી આપતા કહ્યું કે આવા અવેધ પ્રવાસી લોકો ખોટો ગતિવિધિઓ સાથે જોડાયેલા છે તેવી પણ જાણકારી મળી રહી છે.

ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને લખેલા પોતાના પત્રમાં જણાવ્યું કે કેટલાક રોહિંગ્યા મુસલમાન ક્રાઇમ, એન્ટી નેશનલ ગતિવિધિ, મની લોન્ડરિંગ સાથે ગતિવિધિમાં જોડાયેલા છે. તેની સાથે સાથે તેઓ ફેક ઇન્ડિયન ડોક્યુમેન્ટ જેવા કે પેન કાર્ડ અને વોટર કાર્ડ મેળવવા જેવા અવેધ કામોમાં પણ શામિલ છે.

રાજ્ય સરકારને ગૃહ મંત્રાલય ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમાંથી કેટલાક અવેધ પ્રવાસી છે. જેઓ જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં રહે છે. ગૃહ મંત્રાલય ઘ્વારા રોહિંગ્યા મામલે બધા જ રાજ્યોને સમયસર પોતાની રિપોર્ટ આપવા માટે જણાવ્યું છે.

English summary
Centre tells Jammu Kashmir Govt. to prevent Rohingyas entry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X