For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર ભારતમાં વરસાદની હેલી, દિલ્હી અને ચંદીગઢમાં વરસાદ

|
Google Oneindia Gujarati News

rain
નવી દિલ્હી, 6 જૂન: દિલ્હીના લોકો પર મોસમ આજે મહેરબાન છે તાજા સમાચાર અનુસાર દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદે આગમન કર્યું છે. ઘણા વિસ્તારોમાં રિમઝિમ વરસાદ થવાના કારણે વાતાવરણ આહલાદક બની ગયું છે. દિલ્હી ઉપરાંત દેશના અન્ય શહેરો પર પણ વરસાદે મહેરબાની દાખવી છે.

પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢમાં પણ વરસાદ થવાથી લોકોને ગર્મીથી મોટી રાહત મળી છે. ઘણા દિવસથી સતત ગરમીના કહેર બાદ આજે મોસમે પોતાનું વલણ બદલીને વાતાવરણને સોહામણું બનાવી દીધું હતું.

આ પહેલા દિલ્હીના ઘણા વિસ્તારોને ધૂળની ડમરીઓથી ભરી દીધું હતું. આ ધમરી અને વાવાઝોડાના પગલે દિલ્હીમાં પારો નીચો આવ્યો હતો. દિલ્હીના નોએડામાં વાવાઝોડાના પગલે પણ પારો 4 ડિગ્રી સુધી નીચે આવ્યો હતો. આ રીતે એનસીઆઇમાં પણ ઠંડો પવન ફૂંકાવાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

English summary
rain in north india, chandigarh and new delhi dewed by rain after Kerala and Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X